- ધારાસભ્ય જેઠા ભરવાડે હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કોંગી નેતા દ્વારા કરાયો
- કોંગી નેતા મિટિંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે તેમને આંતરીને હુમલો કરવામાં આવ્યો
પંચમહાલ, બુધવાર
પંચમહાલના શહેરા પંચાયતના કોંગી નેતા ઉપર સ્કોર્પિયો ગાડીમાં આવેલા 20 જેટલા અજાણ્યા ઈસમોએ ફરસી અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા કોંગી નેતાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કોંગી નેતાએ સ્થાનિક ધારાસભ્ય દ્વારા હુમલો કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. હાલમાં આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર