- ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોરે દીપ પ્રગટાવીને પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું
- એકથી પાંચ વિભાગમાં 58 કૃતિઓ, 116 બાળ વૈજ્ઞાનિકો, 48 માર્ગદર્શક શિક્ષકો, 15 નિર્ણાયકો, એ સેવા આપી હતી
વિપુલ જોષી, ગરબાડા, મંગળવાર
ગરબાડા તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરની અધ્યક્ષતામાં જેસાવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોરે દીપ પ્રગટાવીને પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. મુખ્ય મહેમાન પદે તાલુકા પંચાયતના પ્રમુખ મયુર ભાભોર ડાયેટ પ્રાચાર્ય આર.જી મુનિયા જિલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઈ મેડા જિલ્લા પંચાયતના સભ્ય કીરીટભાઈ પટેલ, દંડક અર્જુન ગારીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં એકથી પાંચ વિભાગમાં 58 કૃતિઓ, 116 બાળ વૈજ્ઞાનિકો, 48 માર્ગદર્શક શિક્ષકો, 15 નિર્ણાયકો, એ સેવા આપી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર