- શાળાઓમાં એક દિવસ છોડીને સફાઈ કર્મચારી આવે છે જ્યારે અમુક શાળામાં આઠ દિવસમાં એક વાર સફાઈ થાય છે
- સરકાર દ્વારા શાળામાં બાળકોની સંખ્યા પ્રમાણે સફાઈ ગ્રાંટ ફળાવાય છે તેમ છતાં સફાઈમાં કચાશ
વિપુલ જોષી, ગરબાડા, બુધવાર
ગરબાડા તાલુકાની સરકારી શાળાઓમાં સરકાર દ્વારા ટોયલેટ તો બનાવવામાં આવ્યા છે પરંતુ સફાઈ કર્મચારી ને નિયમિત નહી બોલાવા નાં કારણે શાળાએ આવતા નાના નાના ભૂલકાઓએ હલાકી વેઠવાનો વારો આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે જે બાબતે વધુ તપાસ કરતા શાળાઓમાં આવતા નાના બાળકો બગાડ કરતા હોય છે તો બીજી તરફ સફાઈ કર્મચારીની અનિયમિતતાના કારણે અન્ય બાળકોએ ગંદકીની હાલાકી વેઠવી પડી રહી છે સફાઈ કર્મચારીની વાત કરીએ તો તેઓ ને એક દિવસ છોડીને સફાઈ કરવા માટે બોલાવતા હોય છે જ્યારે અમુક શાળાઓમાં તો આઠ દિવસમાં એકવાર સફાઈ કર્મચારી ને બોલાવતાં હોય છે જોકે અમુક શાળા એવી છે કે જ્યાં નિયમિત સફાઈ થાય છે તેમ છતાં પણ ત્યાં બગાડ થાય છે. કારણ કે સફાઈ કર્મચારી દિવસમાં બે વખત આવતા નથી.સરકાર દ્વારા તાલુકાની સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા પ્રમાણે વાર્ષિક 38 લાખ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે . દાખલા તરીકે 350 થી 400 બાળકોની સંખ્યા વાળી શાળાઓમાં માસિક 4000 રૂપિયાના હિસાબે ગ્રાન્ટ ફળવાઈ છે.