Business
માત્ર એક ટ્વીટએ કરોડપતિને બનાવી દીધો કંગાલ, 18,000 કરોડની કંપનીનું મૂલ્ય ઘટીને રૂ. 74 થયું !
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
7, October 2023
- ભારતીય મૂળના બિઝનેસમેન બીઆર શેટ્ટીનું નામ એક સમયે કરોડપતિ બિઝનેસમેનની યાદીમાં સામેલ હતું
- દુબઈના હેલ્થ સેક્ટર પર રાજ કરનાર બીઆર શેટ્ટીએ પોતાની રૂ. 18,000 કરોડની કંપની માત્ર રૂ. 74માં વેચી દીધી
નવી દિલ્હી, શનિવાર
ભારતીય મૂળના બિઝનેસમેન બીઆર શેટ્ટીનું નામ એક સમયે કરોડપતિ બિઝનેસમેનની યાદીમાં સામેલ હતું, પરંતુ એક ટ્વિટએ તેમનું ભાગ્ય બદલી નાખ્યું. તેઓ કુલ રૂ. 18,000 કરોડ એટલે કે લગભગ 3.15 અબજ ડોલરના માલિક હતા. એક સમયે દુબઈના હેલ્થ સેક્ટર પર રાજ કરનાર બીઆર શેટ્ટીએ પોતાની રૂ. 18,000 કરોડની કંપની માત્ર રૂ. 74માં વેચી દીધી. આ પાછળનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.તેની પાસે દુબઈમાં અનેક વિલા, રોલ્સ રોયસ અને મેબેક જેવી લક્ઝરી કાર અને પ્રાઈવેટ જેટ હતા. પરંતુ સમય બદલાતા બીઆર શેટ્ટીની 18,000 કરોડ રૂપિયાની કંપનીની કિંમત માત્ર 74 રૂપિયા થઈ ગઈ. છેલ્લા એક દાયકામાં કંપની નાદાર થઈ ગઈ હોવાનો આ ખૂબ જ રસપ્રદ કિસ્સો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
બીઆર શેટ્ટીએ આ રીતે કંપનીની શરૂઆત કરી
બાવાગુથુ રઘુરામ શેટ્ટી કામની નવી તકો શોધવા માટે માત્ર 8 ડોલર સાથે ગલ્ફ કન્ટ્રી પહોંચ્યા હતા. દિવસ-રાતની મહેનતથી તેમણે UAEમાં NMC Health નામની સૌથી મોટી હેલ્થ કંપનીની સ્થાપના કરી હતી. થોડા જ વર્ષોમાં તેનું નામ દુબઈ સહિત વિશ્વના અમીર લોકોની યાદીમાં આવી ગયું. બીઆર શેટ્ટીએ વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફામાં બે માળ 25 મિલિયન ડોલરમાં ખરીદ્યા હતા. આ કરોડપતિ ભવ્ય પાર્ટીઓ માટે પણ જાણીતો હતો.
2019માં એક ટ્વીટએ ભાગ્ય બદલી નાખ્યું
વર્ષ 2019 માં, યુકે સ્થિત ફર્મ મડી વોટર્સ દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટએ બીઆર શેટ્ટીની કંપનીને નાદાર કરી દીધી. મડી વોટર્સ કારસન બ્લોક નામના શોર્ટ સેલર દ્વારા ચલાવવામાં આવતું હતું. ટ્વીટ પછી, આ શોર્ટ સેલર કંપનીએ બીઆર શેટ્ટીની કંપની પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો. કંપની પર 1 બિલિયન ડૉલરની લોન છુપાવવાના ગંભીર આરોપો હતા. આ રિપોર્ટ આવ્યા બાદ NMC હેલ્થની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે 18,000 કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી કંપનીને માત્ર $1માં ઈઝરાયેલ અને UAE સ્થિત કંપનીને વેચી દેવામાં આવી. આ પછી, તેના વેલ્યુએશનમાં સતત ઘટાડો થતો રહ્યો અને અંતે આ કંપનીને માત્ર 1 ડોલરની કિંમતે વેચવામાં આવી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો