National

ડીજે સાથે કપિરાજની અંતિમયાત્રા, ગામલોકોએ હિંદુ રીતિ-રિવાજ મુજબ કર્યા અંતિમ સંસ્કાર

ડીજે સાથે કપિરાજની અંતિમયાત્રા, ગામલોકોએ હિંદુ રીતિ-રિવાજ મુજબ કર્યા અંતિમ સંસ્કાર

- માનવીની અંતિમ વિદાય વખતે કરવામાં આવતી તમામ વિધિઓ ગ્રામજનોએ કરી

- હનુમાન ભક્તોએ ડીજેના તાલે ગામમાં કપિરાજની અંતિમયાત્રા કાઢી

- તેરમામાં 5000 લોકોને ભોજન કરાવાયુ

 

મધ્યપ્રદેશ,મંગળવાર

  મધ્યપ્રદેશના રાજગઢ નામના જિલ્લામાં આ વાતનો ઉદાહરણ આપતી ઘટના બની છે.અહીંયા એક કપિરાજના મોત બાદ બેન્ડ વાજા સાથે ગામના લોકોએ તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો.એ પછી તેના અસ્થિનુ નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ તેમજ ગામમાંથી ફાળો એકઠો કરીને તેનુ તેરમુ પણ રાખવામાં આવ્યુ હતુ.જેમાં બે ડઝન ગામના 5000 લોકોએ ભોજન કર્યુ હતુ.

  એક કપિરાજની હિંદુ વિધિ અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. માનવીની અંતિમ વિદાય વખતે કરવામાં આવતી તમામ વિધિઓ ગ્રામજનોએ કરી હતી. હનુમાન ભક્તોએ ડીજેના તાલે ગામમાં કપિરાજની અંતિમયાત્રા કાઢી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

  વાસ્તવમાં શનિવારે થાનેટામાં અગમ્ય કારણોસર કપિરાજનું મોત થયું હતું. જ્યારે ગામના યુવાનોને આ વાતની જાણ થઈ તો તેઓએ હિંદુ રીતિ-રિવાજ મુજબ કપિરાજના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું. યુવાનોએ ગામના લોકોની મદદથી અંતિમ સંસ્કારનો સામાન ભેગો કર્યો અને ડીજે મંગાવ્યો. બપોરે ગામમાં આવેલા હનુમાન મંદિરેથી કપિરાજની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં ડીજે પર હનુમાનજીના ભજનો વગાડવામાં આવ્યા હતા. છેલ્લી યાત્રા સેવા કેન્દ્ર થઈને સ્મશાન ભૂમિ પર પહોંચી, જ્યાં હિંદુ રીતિ-રિવાજ મુજબ કપિરાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન ગામના અનેક યુવાનો, વડીલો અને હનુમાન ભક્તો હાજર રહ્યા હતા.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu
                              
                                             

 

ડીજે સાથે કપિરાજની અંતિમયાત્રા, ગામલોકોએ હિંદુ રીતિ-રિવાજ મુજબ કર્યા અંતિમ સંસ્કાર