National

કાશીના કોટવાલ બાબા કાલ ભૈરવે પહેલીવાર પહેરી પોલીસની વર્દી, નવા રૂપને જોવા શ્રદ્ધાળુઓ ઉમટયા

કાશીના કોટવાલ બાબા કાલ ભૈરવે પહેલીવાર પહેરી પોલીસની વર્દી, નવા રૂપને જોવા શ્રદ્ધાળુઓ ઉમટયા

- કાશીના કોટવાલના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ

- બાબા કાળ ભૈરવને પહેલીવાર પહેરાવાય પોલીસની વર્દી

 

વારાણસી, મંગળવાર

  વારાણસીમાં પહેલીવાર પ્રસિદ્ધ બાબા કાલ ભૈરવને પોલીસની વર્દી પહેરાવામાં આવી છે. દેવતા કાળ ભૈરવના મસ્તક પર પોલીસની ટોપી, છાતી પર એક માળા, ડાબા હાથમાં દંડો અને જમણા હાથમાં એક રજિસ્ટર રાખવામાં આવ્યું છે. કાશીના કોટવાળનું આ નવં સ્વરૂપ જોવા માટે તેમના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ કતાર લગાવી રહ્યા છે. બાબાનું આ સ્વરૂપ હવે મંદિરમાં ઘણાં ભક્તો સાથે વાયરલ થઈ રહ્યું છે.

  દેશવાસીઓને કોરોના વાયરસના ચેપથી બચાવવા માટે વિશેષ પૂજા કરવામાં આવી છે. મંદિરના મહંત અનિલ દુબેએ કહ્યુ છે કે બાબાને સૌ પર દયા કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્ય અને દેશમાં સુખ-સમૃદ્ધિ થાય. આ પ્રકારની સમસ્યાથી બાબા કાલ ભૈરવ જલ્દીથી છૂટકારો અપાવે. ભક્તોનું માનવું છે કે કાળ ભૈરવ પોલીસના રૂપમાં છે, તે એ તમામને દંડિત કરશે જેમણે કંઈપણ ખોટું કર્યું છે. હવે કંઈપણ ખોટું કામ થવાથી બાબા ખુદ સજા આપશે.

  એક શ્રદ્ધાળુએ કહ્યુ છે કે બાબા કાળ ભૈરવ કાશીના કોટવાળ છે અને હવે જ્યારે તેમણે વર્દી પણ પહેરી લીધી છે, તો તે ખોટું કામ કરનારાઓ સામે કડકાઈથી વર્તશે. જો બાબા રજિસ્ટર અને કલમ લઈને બેઠા છે, તો કોઈની ફરિયાદ અણસુની નહીં થાય. પોલીસના રૂપમાં બાબા હવે ક્ષેત્રવાસીઓની સુરક્ષા કરશે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

કાશીના કોટવાલ બાબા કાલ ભૈરવે પહેલીવાર પહેરી પોલીસની વર્દી, નવા રૂપને જોવા શ્રદ્ધાળુઓ ઉમટયા