- ટાઇગર 3નું ટ્રેલર 16 ઓક્ટોબરે રિલીઝ થશે
- ટાઈગર 3ની રિલીઝ પહેલા જકેટરિના કૈફના એક્શન સીનનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
મુંબઈ, શનિવાર
સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનીત 'ટાઈગર 3' માં, સલમાન ખાન ભારતના RAW એજન્ટ ટાઈગરની ભૂમિકામાં જોવા મળશે અને કેટરિના કૈફ ઝોયાની ભૂમિકાને ફરીથી નિભાવતી જોવા મળશે. ફિલ્મ 'ટાઈગર 3' દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.'ટાઈગર 3' બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં ફરી એકવાર તમને સલમાન અને કેટરીનાની દમદાર એક્શન જોવા મળશે. આ દરમિયાન, 'ટાઈગર 3'માંથી કેટરિના કૈફનો એક્શન સીન લીક થઈ ગયો છે, જેનો ફોટો સોશિયલ મીડિયા પર ફેન્સ પેજ પર જોઈ શકાય છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટરિના કૈફના એક્શનના ફોટોમાં એક મહિલા બાઇક પરથી કૂદતી જોઈ શકાય છે, જે ફિલ્મનો એક્શન સીન હોઈ શકે છે. આ તસવીરમાં અભિનેત્રીનો ચહેરો દેખાતો નથી. આ મહિલાએ બ્લેક આઉટફિટ પહેરીને આ સ્ટંટ કર્યો છે.ઉપરાંત, તેણે કાળું હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો ચહેરો દેખાતો નથી. આ વાયરલ ફોટાએ ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર