National

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ઉજ્જૈનમાં કર્યા બાબા મહાકાલના દર્શન, પછી કહી એક મોટી વાત

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ઉજ્જૈનમાં કર્યા બાબા મહાકાલના દર્શન, પછી કહી એક મોટી વાત

- આરિફ મોહમ્મદ ખાને મહાકાલની ભોંગ આરતીમાં લીધો ભાગ

- મહાકાલના દર્શન બાદ આરિફ મોહમ્મદ ખાને કરી મહત્વની વાત

 

ઉજ્જૈન, શનિવાર

   કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન શુક્રવારે મોડી રાત્રે બાબા મહાકાલની નગરી ઉજ્જૈન પહોંચ્યા હતા. તેના પછી આજે સવારે તેમણે બાબા મહાકાલની ભોંગ આરતીમાં ભાગ લીધો અને શંકર ભગવાનના આશિર્વાદ લીધા. બાદમાં રાજ્યપાલ પોતાના એક મિત્રને મળવા માટે પહોંચ્યા હતા. મહાકાલ મંદિરમાં બાબાની આરતીમાં સામેલ થવાના અનુભવને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને અદભૂત ગણાવ્યો હતો.

   આરતી બાદ જ્યારે પત્રકારોએ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને સવાલ કર્યો કે તેમને મહાકાલ મંદિરમાં આવીને કેવો અનુભવ થઈ રહ્યો છે ? આનો જવાબ આપતા રાજ્યપાલે કહ્યુ હતુ કે આ તો એવો સવાલ છે કે જેવં કે ગુંગાને ગળ્યું ખવડાવીને તેને સ્વાદ પુછવામાં આવે. ક્ષેત્રમાં આવીને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના દર્શનનો લાભ લેવો જરૂરી છે. તેમણે કહ્યુ છે કે અમે એવા સમયે આવ્યા છીએ કે જ્યારે માનવજાતિ દુવિધામાં છે. તેવામાં લોકોના કલ્યાણ માટે, દેશની સુખ-સમૃદ્ધિ, પ્રેમ, મોહબ્બત માટે દર્શન કરીને આશિર્વાદ લીધા છે.

   પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલા પર અને વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી પર રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યુ છે કે આવા લોકોની વાતોનો જવાબ આપવો હું યોગ્ય માનતો નથી, કારણ કે વડાપ્રધાન કોઈ એક પાર્ટીના નહીં પણ સૌના છે. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યુ છે કે તમે બંધારણમાં આર્ટિકલ- 51-એ વાંચો. તેમા પણ સબ ક્લોઝ –એ વાંચો. નાગરિકની હેસિયતથી આપણું દાયિત્વ છે કે આપણા બંધારણ અને કાયદાનું અનુસરણ કરીએ. જે પણ વસ્તુ રાષ્ટ્રીય આદર્શ અને રાષ્ટ્રીય આદરની પરિભાષામાં આવે છે, તેને વિવાદનો વિષય બનાવવો બંધારણના આત્માની વિરુદ્ધ જવાનું છે. રાષ્ટ્રીય મુદ્દાઓનો આદર કરવો આપણો ધર્મ અને દાયિત્વ પણ છે.

   બાબા મહાકાલના દર્શન બાદ રાજ્યપાલે પોતાના એક મિત્રની મુલાકાત પણ લીધી હતી. આ મિત્ર સાથે રાજ્યપાલ ગત પાંચ વર્ષોથી સોશયલ મીડિયા દ્વારા જોડાયેલા છે. પરંતુ બંનેની મુલાકાત પહેલીવાર થઈ હતી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ઉજ્જૈનમાં કર્યા બાબા મહાકાલના દર્શન, પછી કહી એક મોટી વાત