District

વડોદરાના ગરબા ગ્રાઉન્ડમાં લાઈટના પોલ ઉપર ચઢીને યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

વડોદરાના ગરબા ગ્રાઉન્ડમાં લાઈટના પોલ ઉપર ચઢીને યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

- 22 ફૂટ ઊંચાઈએ વીએનએફ ગરબા ગ્રાઉન્ડમાં આપઘાત કર્યો
- ફાયર બ્રિગેડ દ્વારા મહામહેનતે મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો

વડોદરા, મંગળવાર

  વડોદરાના વી.એન.એફ. ગરબા ગ્રાઉન્ડમાં લાઈટના પોલ ઉપર ગળે ફાંસો ખાઈને એક યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને 22 ફૂટ ઊંચાઈએથી નીચે ઉતારી પી.એમ. માટે મોકલી આપ્યો હતો. પોલીસ દ્વારા હાલમાં મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. યુવાને વહેલી સવારે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

  વડોદરા શહેરના નવલખી ગરબા ગ્રાઉન્ડમાં 22 ફૂટની ઊંચાઈએ લાઈટના પોલ ઉપર વાયરથી ગળે ફાંસો ખાઈને એક અજાણ્યા યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. સવારે ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને 22 ફૂટ ઊંચાઈએથી યુવકના મૃતદેહને નીચે ઉતાર્યા બાદ રાવપુરા પોલીસને સોંપ્યો હતો. રાવપુરા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આપીને મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રાઉન્ડમાં સિક્યુરિટી ગાર્ડ હાજર ન હોવાથી યુવક આસાનીથી લાઈટના પોલ ઉપર ચઢી ગયો હતો. હજી સુધી યુવક કોણ છે અને તેને કયા કારણસર આપઘાત કર્યો તે સ્પષ્ટ થયું નથી. રાવપુરા પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

વડોદરાના ગરબા ગ્રાઉન્ડમાં લાઈટના પોલ ઉપર ચઢીને યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો