District

વડોદરામાં પલંગ ઉપરથી પડેલો યુવક બ્રેઈન ડેડ થયો : અંગદાન થકી પાંચ લોકોને જીવત દાન આપ્યું

વડોદરામાં પલંગ ઉપરથી પડેલો યુવક બ્રેઈન ડેડ થયો : અંગદાન થકી પાંચ લોકોને જીવત દાન આપ્યું

- ગ્રીન કોરિડોર બનાવીને અંગોને અમદાવાદ લઈ જવાય

- બે કિડની, લિવર અને આંખોનું દાન

વડોદરા, સોમવાર

  મૃત્યુ પછી પણ લોકોને નવજીવન આપીને જીવંત રહેવાની કળા એટલે અંગદાન. વડોદરાના એક પરિવારે પોતાના 31 વર્ષના જુવાન દીકરાના મૃત્યુ બાદ તેના અંગોના દાન થકી પાંચ લોકોને નવજીવન આપીને માનવતાની સુવાસ પ્રસરાવી હતી. 

  વડોદરામાં રહેતા ઉમંગ જીનગર બે દિવસ અગાઉ ઘરમાં પલંગ ઉપરથી નીચે પડી ગયા હતા . તેમને ઈજા થતાં અને તેઓ બેભાન હોવાથી પરિવારજનો તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તમામ રિપોર્ટ કાઢ્યા બાદ તબીબોએ ઉમંગભાઈની સ્થિતિના ચૂકવવાનું પરિવારને જણાવ્યું હતું. સારવાર બાદ ઉમંગભાઈ તરફથી કોઈ રિસ્પોન્સ ના મળતા તબીબોએ પરિવાર તરફ સાચી હકીકત જણાવી હતી. દીકરો સાજો નહીં થાય તે જાણીને પરિવાર ભાંગી પડ્યો હતો. પણ આ કપરાં સમયમાં પણ પરિવારે અન્ય લોકોની જિંદગીનો વિચાર કર્યો હતો અને ઉમંગભાઈના શક્ય હોય તે તમામ અંગનું દાન કરવાનો નિર્ણય કર્યો. પરિવારના આ નિર્ણય તબીબોએ વધાવી લીધો હતો. તુરંત જ ઓર્ગન ડોનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરિવાર દ્વારા ઉમંગભાઇની આંખ, લિવર‌ તેમજ બંને કિડની દાન કરવામાં આવી હતી. ઉમંગભાઈના અંગોને ગ્રીન કોરિડોર બનાવીને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. ઉમંગભાઈના અંગોના દાનને કારણે પાંચ દર્દીઓને જીવત દાન મળ્યું હતું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

વડોદરામાં પલંગ ઉપરથી પડેલો યુવક બ્રેઈન ડેડ થયો : અંગદાન થકી પાંચ લોકોને જીવત દાન આપ્યું