National

‘બાબરની જેમ ઓવૈસીનું પણ નામોનિશાન ભૂંસાય જશે, નવા ભારતમાં ઓવૈસી-ઔરંગઝેબની જગ્યા નથી’ : તેલંગાણામાં CM સરમાનો લલકાર

‘બાબરની જેમ ઓવૈસીનું પણ નામોનિશાન ભૂંસાય જશે, નવા ભારતમાં ઓવૈસી-ઔરંગઝેબની જગ્યા નથી’ : તેલંગાણામાં CM સરમાનો લલકાર

- ઓવૈસીને તેમના જ ગઢમાં આસામના મુખ્યમંત્રીનો પડકાર

- ભારત છદ્મ સેક્યુલર રાજનીતિ કરનારાઓને સ્વીકારશે નહીં

 

હૈદરાબાદ, રવિવાર

  આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યુ છે કે ભારતને કોઈ રોકી શકશે નહીં. તેમણે કહ્યુ છે કે જેવી રીતે અનુચ્છેદ-370 ખતમ થઈ ગઈ અને રામમંદિર નિર્માણ શરૂ થયું, તેલંગાણામાં પણ નિજામનું નામો-નિશાન મટી જશે. તેમણે કહ્યુ છે કે ઓવૈસીનું નામો-નિશાન પણ મટી જશે. તેમણે કહ્યુ છે કે એ દિવસો વધારે દૂર નથી, કારણ કે ભારત હવે જાગી ગયું છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યુ છે કે ભારત હવે એ નેતાઓને માનવા માટે તૈયાર નથી, જે છદ્મ સેક્યુલર રાજનીતિ કરે છે.

  સરમાએ તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં આયોજીત એક રેલીમાં આ વાત કહી હતી. તેમણે કહ્યુ હતુ કે ભારતનો ઈતિહાસ આપણને જણાવે છે કે બાબર, ઔરંગઝેબ અને નિજામના દિવસો વધારે ચાલતા નથી. આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે તેઓ એ વાતને લઈને નિશ્ચિત છે કે નિજામનો વારસો સમાપ્ત થશે અને હૈદરાબાદમાં ભારતીય સંસ્કૃતિ પર આધારીત એક નવી સભ્યતાનો વિકાસ થશે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાન પણ તેલંગાણા પહોંચ્યા હતા.

  મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસ પણ હૈદરાબાદની મુલાકાતે જવાના છે. વારંગલમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ યાદ અપાવ્યું કે મુખ્યમંત્રી કે. ચંદ્રશેખરરાવે બે લાખ નોકરીઓનો વાયદો કર્યો હતો. પરંતુ હવે તે ભૂલી ગયા. તેમણે ભાજપની સરકાર બનવા પર એક વર્ષમાં 100 ટકા એક લાખ નોકરી આપવાનો વાયદો કર્યો છે. તેમણે કહ્યુ છે કે સરકારમાં વેકન્સી છતાં નોકરી આપવામાં આવી રહી નથી. તેમણે કહ્યુ છે કે કે.ચંદ્રશેખરરાવ પોતાના પુત્ર માટે સમર્પિત છે. જ્યારે રાજાનો કોઈ પુત્ર હોતો નથી.

  હિમંત બિસ્વા સરમાએ કહ્યુ છે કે લાખો સરકારી કર્મચારીઓ તેલંગાણાની ટીઆરએસ સરકારની વિરુદ્ધ છે. પોલીસ તમારા સમર્થનમાં છે. પરંતુ તેને લઈને તમારું રાજ ચાલવાનું નથી. જ્યારે ભાજપની સરકાર બનશે, તો પોલીસ ભાજપની સાથે આવી જશે. તમારી દોસ્ત જનતા છે, પરંતુ તેમની સાથે તમે ગદ્દારી કરી રહ્યા છો. બાબર જેવા ખતમ થઈ ગયા, તેવી જ રીતે ઓવૈસી પણ ખતમ થઈ જશે. 2023માં કે.ચંદ્રશેખરરાવની વાત સંભાળનારું પણ કોઈ નહીં હોય. આપણે એક નવા ભારતના નિર્માણના શપથ લેવાના છે, જ્યાં કોઈ ઓવૈસી-ઔરંગઝેબની જગ્યા નહીં હોય.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

‘બાબરની જેમ ઓવૈસીનું પણ નામોનિશાન ભૂંસાય જશે, નવા ભારતમાં ઓવૈસી-ઔરંગઝેબની જગ્યા નથી’ : તેલંગાણામાં CM સરમાનો લલકાર