Gujarat

કોંગ્રેસના છાપેલા કાટલા જેવા, સતત હારતા નેતાઓને લોકસભા બેઠકોની જવાબદારી 
 

કોંગ્રેસના છાપેલા કાટલા જેવા, સતત હારતા નેતાઓને લોકસભા બેઠકોની જવાબદારી 
 

- એક માત્ર અમિત ચાવડા જ વર્ષ-૨૦૦૨થી બોરસદ બાદ આંકલાવથી જીતતા આવ્યા છે
- જગદીશ ઠાકોરની આગેવાનીમાં વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી

ગાંધીનગર, મંગળવાર

  લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પ્રભારી એક્શનમાં આવ્યા છે અને તાજેતરમાં બે દિવસની ગુજરાત મુલાકાત લીધી હતી અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ લોકસભાની ૨૬ બેઠકોની જવાબદારી કોંગ્રેસના ૮ નેતાઓને સોંપી હતી. જાે કે, આમંથી એક માત્ર અમિત ચાવડા જ એવા નેતા છે કે તેઓ ૨૦૦૨થી સતત જીતતા આવ્યા છે. બાકીના છાપેલા કાટલા જેવા નેતાઓ કંઈ ઉકાળી શક્યા નથી અને હવે તેમણે લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં લડાઈ હતી અને કોંગ્રેસની કારમી હાર થઈ હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 તાજેતરમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક બે દિવસની ગુજરાત મુલાકાતે હતા અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠકો કરી હતી. જેમાં કોંગ્રેસના સિનિયર નેતાઓને લોકસભા બેઠકોની જવાબદારી સોંપી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને છોટા ઉદેપુર અને ભરૂચ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જાે કે, વર્તમાન પ્રદેશ પ્રમુખ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં અબડાસા બેઠક ઉપરથી હારી ગયા હતા. પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને સાબરકાંઠા લોકસભાની બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી લડવામાં આવી હતી અને તેમાં કારમી હાર થઈ હતી અને કોંગ્રેસ ૧૭ બેઠકો ઉપર સમેટાઈ ગઈ હતી.

  કોંગ્રેસના સિનિયર નેતા એવા સિદ્વાર્થ પટેલને પણ ખેડા, આણંદ અને મહેસાણા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે પણ આ જ સિદ્વાર્થ પટેલ સતત હારતા આવ્યા છે અને ડભોઈ બેઠક ઉપરથી ૨૦૧૨ અને ૨૦૧૭માં કારમી હારનો સામનો કરી ચૂક્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા ૨૦૨૨ની ચૂંટણીમાં જીત્યા છે પણ અગાઉ બે ટર્મમાં હારી ચૂક્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વિવાદીત ચહેરો એવા ભરતસિંહ સોલંકીને પંચમહાલ, વડોદરા, નવસારી અને સુરત બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે પણ આ જ ભરતસિંહ ૨૦૧૪માં આણંદ લોકસભા બેઠક ઉપરથી હારી ચૂક્યા છે અને રાજ્યસભામાં પણ હારી ચૂક્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા એક એવા નેતા છે કે તેઓ ૨૦૦૨થી બોરસદ બાદ આંકલાવથી સતત જીતતા આવ્યા છે અને તેમણે કોંગ્રેસે ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી સોંપી છે. વિરોધ પક્ષના પૂર્વ નેતા એવા પરેશ ધાનાણી ૨૦૨૨ની ચૂંટણીમાં અમરેલી બેઠક ઉપરથી હારી ગયા હતા અને તેમણે ગાંધીનગર, પાટણ, પોરબંદર અને જામનગર બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. આદિવાસી નેતા સુખરામ રાઠવા પણ છોટા ઉદેપુરની પાવી જેતપુર બેઠક ઉપરથી હારી ગયા હતા અને તેમણે દાહોદ, બારડોલી અને વલસાડ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. એક માત્ર અમિત ચાવડાને બાદ કરતાં તમામ નેતાઓ કારમી હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં શું ઉકાળશે એ આવનારો સમય કહેશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

કોંગ્રેસના છાપેલા કાટલા જેવા, સતત હારતા નેતાઓને લોકસભા બેઠકોની જવાબદારી