District

અમરેલીમાં મોટી દુર્ઘટના : ગાયોના ટોળા સાથે ટ્રેનની ટક્કર, 24 ગાય ટ્રેનની નીચે કચડાઈ

અમરેલીમાં મોટી દુર્ઘટના : ગાયોના ટોળા સાથે ટ્રેનની ટક્કર, 24 ગાય ટ્રેનની નીચે કચડાઈ

- સુરત- મહુવા ટ્રેનની અડફેટે આવી જતાં 24 જેટલી ગાયોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ
- રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ સહિતની દોડધામ

અમરેલી, ગુરુવાર 

  અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ટ્રેનની અડફેટે સિંહો આવી જતા મોત થયાની ઘટના હજુ તાજી છે ત્યા હવે ટ્રેનની અડફેટે 24 જેટલી ગાયો આવી જતા તમામના મોત થયા છે.જેને પગલે રેલવે વિભાગના અધિકારીઓ, કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે. જેને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોમાં પણ અફરાતફરી મચી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

 અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. અહીં સુરત- મહુવા  ટ્રેનની અડફેટે આવી જતાં 24 જેટલી ગાયોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ સ્થળે અનેક વખત અકસ્માત થાય છે. અગાઉ આ જ સ્થળ પર ટ્રેનની અડફેટે સિંહો આવી જતા મોત થયાની ઘટના બની છે. 24 જેટલી ગાયોના ટ્રનમાં કચ્ચણઘાણ  નીકળી જતાં દુર્ઘટનાના પગલે રેલવે વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે ટ્રેન પસાર થવાના સમયે ફાટક પાસે ટ્રેક પર ગાયો આવી ગઇ હતી અને ઘસમસતી ટ્રેનમાં ગાયોનો કચ્ચણઘાણ વળી ગયો હતો.  દુર્ઘટનાના પગલે ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસી પણ થોડો સમય માટે ગભરાઈ ગયા હતા. ડ્રાઇવરે ગાયોને બચાવવા માટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી. જેથી પણ ટ્રેનમાં અંદર અફરાતફરી મચી ગઇ હતી. 24 જેટલી ગાયોના મોત થઇ જતાં ટ્રેન પણ ઘટનાસ્થળે 25 મિનિટ રોકાઇ હતી તેમજ ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ ઘટના રાત્રિના સમયે બની હતી. ઘટના પગલે જીવદયા પ્રેમીમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો