District

મોદી-શાહની હાજરીમાં ગુજરાતના નેતાઓની મળેલી અઢી કલાક બેઠકમાં મોટા નિર્ણયો લેવાયા, સંગઠન અને બોર્ડ નિગમમાં ટૂંક સમયમાં કરવામાં આવશે નિમણૂક 

મોદી-શાહની હાજરીમાં ગુજરાતના નેતાઓની મળેલી અઢી કલાક બેઠકમાં મોટા નિર્ણયો લેવાયા, સંગઠન અને બોર્ડ નિગમમાં ટૂંક સમયમાં કરવામાં આવશે નિમણૂક 

- અઢી કલાકની બેઠકમાં ગુજરાત સરકાર, પ્રદેશ સંગઠન અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રોડમેપ બનાવાયો 
- બે વર્ષથી ખાલી પડેલા બોર્ડ-નિગમમાં બિન સરકારી પ્રતિનિધિઓની નિયુક્તિ અંગે પણ ચર્ચા થઈ  

ગાંધીનગર,શનિવાર 

  શુક્રવારે દિલ્હીમાં પીએમ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર અને સીએમના મુખ્યમ અગ્રસચિવ કૈલાસનાથનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા છે. અઢી કલાક ચાલેલી બેઠક બાદ સરકાર અને સંગઠનમાં અનેક મોટા બદલાવ આવશે તેવુ ચર્ચાઈ રહ્યું છે. અને  સંગઠન અને બોર્ડ નિગમમાં ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે. અઢી કલાકની બેઠકમાં ગુજરાત સરકાર, પ્રદેશ સંગઠન અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રોડમેપ બનાવાયો છે. તેમજ બે વર્ષથી ખાલી પડેલા બોર્ડ-નિગમમાં બિન સરકારી પ્રતિનિધિઓની નિયુક્તિ અંગે પણ ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.       

  આ નિમણૂંકો જલ્દી જ થાય તેવા અણસાર દેખાઈ રહ્યાં છે. હવે ગમે તે સમયે બોર્ડ-નિગમોના પદોની લ્હાણી થઈ શકે છે. આ સાથે જ ભાજપ સંગઠનમાં પણ ફેરફાર નક્કી જ છે. કારણ કે, મોદી-શાહની હાજરીમાં ગુજરાતના નેતાઓની મળેલી અઢી કલાક બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. બોર્ડ નિગમમાં અધ્યક્ષની નિમણૂંકક માટે લિસ્ટ તૈયાર થઈ ગયા પછી અચાનક તેના પર બ્રેક લાગી હતી. ત્યારે હાલ આ મામલે માહિતી મળી છે કે, ભાજપ હાલ સામાજિક નિગમોમાં જ અધ્યક્ષની નિમણૂંક કરે તેવી શક્યતા છે. ભાજપ તમામ બોર્ડ નિગમમાં નિમણૂંક નહિ કરે. માત્ર સામાજિક નિગમોમાં નિમણૂંક કરવા ઈચ્છે છે. ગુજરાત સરકારના સામાજિક ક્ષેત્રના ને વિવિધ જ્ઞાતિ સમૂહોના ઉત્કર્ષ માટે કાર્યરત બોર્ડ નિગમ, આયોગ, મંડળોમાં હવે ગેમ ત્યારે નિયુક્તિ થશે તેવી હલચલ દેખાઈ રહી છે. ન માત્ર બોર્ડ નિગમ, પરંતું ભાજપ સંગઠનમાં પણ મોટાપાયે બદલાવ આવી શકે છે. આ બધુ દિલ્હીની મીટિંગ બાદ થઈ શકવાનું છે. બોર્ડ નિગમ માટે દિલ્હીમાં ખાસ ચર્ચા થઈ હતી, જેના આધારે નવરાત્રિથી દિવાળી સુધી પદોની લ્હાણી થઈ જશે તેવુ કહેવાય છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

મોદી-શાહની હાજરીમાં ગુજરાતના નેતાઓની મળેલી અઢી કલાક બેઠકમાં મોટા નિર્ણયો લેવાયા, સંગઠન અને બોર્ડ નિગમમાં ટૂંક સમયમાં કરવામાં આવશે નિમણૂક