District

સોના કરતા ઘડામણ મોંઘી : મોંઘીદાટ ગાડીમાંથી મળ્યો માત્ર 85 હજારનો દેશી દારૂ

સોના કરતા ઘડામણ મોંઘી : મોંઘીદાટ ગાડીમાંથી મળ્યો માત્ર 85 હજારનો દેશી દારૂ

- દસ લાખની કારમાં અમદાવાદ દારૂ લઇ જવાતો હતો
- પોલીસે દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો

મહેસાણા, રવિવાર 

  અત્યાર સુધીમાં ગાડીમાં કે ટ્રકમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરાફેરીની અનેક ધટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પરંતુ લાખો રૂપિયાની ગાડી લઈને તેમાં દેશી દારૂની મોટાપાયે હેરાફેરી કરવામાં આવતી હોય તેવી ધટના પોલીસ ચોપડે નોંધાઈ છે. મહેસાણા તાલુકાના ચિત્રોડીપુરા ગામથી મોંઘીદાટ ગાડીમાંથી માત્ર 85 હજારનો દેશી દારૂ પોલીસે ઝડપી લીધો હતો. દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

  મળતી માહિતી અનુસાર મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે એક કાર દેશીદારૂ ભરીને મોઢેરા ચોકડી અંડરબ્રિજમાં થઈને પસાર થવાની છે. જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોક્ત સ્થળે વૉચમાં ગોઠવાઈ ગયા હતા. દરમિયાન બાતમી વાડી ગાડી આવતા તેણે અટકાવવામાં આવી હતી. પોલીસે કારની તલાસી લેતાં અંદરથી રૂ.8,500ની કિંમતના દેશી દારૂના 25 કટ્ટા મળી આવ્યા હતા. દેશી દારૂ લઈને જઈ રહેલા રાહુલ પ્રકાશભાઈ રાવલ (રહે. ગોકુલ ગેલેક્સી ફ્લેટ, કઠવાડા તળાવની સામે, અમદાવાદ) અને અજય રાજુભાઈ ઠાકોર (રહે. દરિયાપુર, અમદાવાદ)ની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરતાં દેશીદારૂ ચિત્રોડીપુરા ગામના ભયલુએ તેના રહેણાંક મકાનથી ભરી આપ્યો છે અને ચંદાભાઈ ઉર્ફે ચંદો નંદલાલ સેજવાણી (રહે.વાડજ, અમદાવાદ)એ મંગાવ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે મોંઘી કાર, દેશી દારૂ અને બે મોબાઈલ મળી રૂ.10.18 લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેય સામે ગુનો નોંધ્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સોના કરતા ઘડામણ મોંઘી : મોંઘીદાટ ગાડીમાંથી મળ્યો માત્ર 85 હજારનો દેશી દારૂ