District

નાની બેદરકારીને જીવનભરનો વસવસો : સાફ સફાઇમાં વ્યસ્ત હતા સાસુ વહુ, ને એક વર્ષનો દીકરો રમતમાં ઝેરી દવા ગગટાવી જતા મોતને ભેટ્યો

નાની બેદરકારીને જીવનભરનો વસવસો : સાફ સફાઇમાં વ્યસ્ત હતા સાસુ વહુ, ને એક વર્ષનો દીકરો રમતમાં ઝેરી દવા ગગટાવી જતા મોતને ભેટ્યો

- એકના એક બાળકના અકાળ અવસાનને કારણે  પરિવારનું કલ્પાંત અટકી રહ્યું નથી

- એક વર્ષનો બાળક જીયાન રમત રમતમાં જંતુનાશક દવા પી ગયો હતો

રાજકોટ, શુક્રવાર

  ગૃહિણીઓ ઘરકામમાં વ્યસ્ત રહેતી હોય અને જો ઘરમાં નાના બાળક હોય ત્યારે સહેજ પણ ગાફલાઈ આજીવન વલોપાત કરાવે છે સહેજ ધ્યાન ચૂક્યા કે નાન બાળક સાથે દુર્ઘટના ઘટવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. આવી જ ઘટના રાજકોટના રેલનગર વિસ્તારમાં બની છે. જેમાં એક વર્ષનો માસુમ બાળક રમતા રમતા ઘરમાં રહેલ જીવડા મારવાની દવા પી જતા બાળકનું કરૂણ મોત  થયું છે. ઘરમાં સામાન્ય રીતે જંતુનાશક કે બાળકોને નુકસાન કરે તેવી જીવલેણ ચીજવસ્તુઓ દૂર રાખવામાં આવતી હોય છે પરંતુ અહીં સાસુ વહુ દીવાળીના તહેવારની સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેઓ કામમાં વ્યસ્ત હતા ત્યારે એક વર્ષનો બાળક જીયાન રમત રમતમાં જંતુનાશક દવા પી ગયો હતો. 

  પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં આવેલ શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપ, બી-104માં રહેતા ચિરાગ વાડેરાના એક વર્ષના પુત્ર જીયાન ઘરે રમતો હતો. ત્યારે ઘરમાં પડેલ જીવડા મારવાની દવાની બોટલ ખોલી તેમાંથી ઘુંટડો ભરી જતા તે ઉલ્ટી કરવા લાગ્યો હતો. બાબતની ખબર પડતા તેને તાત્કાલીક સારવારમાં સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમન નગર પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુમાં મૃતક બાળકના પિતા ચિરાગભાઇએ જણાવ્યું હતું કે તેમના લગ્નને પાંચ વર્ષ બાદ આ પુત્ર આવ્યો હતો. ગત રોજ તેમની પત્ની અને તેમની માતા દિવાળી તેમજ નવરાત્રિ પહેલા ઘરકામ કરતા હતા ત્યારે એકલા રમી રહેલા જીયાનના હાથમાં ઝેરી દવાની બોટલ આવી જતા તેને તેમાંથી ઘુંટડો ભરી લેતા  આ કરૂણ ઘટના ઘટી હતી. પરિવારમાં એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ તુટી પડયું હતું. એકના એક બાળકના અકાળ અવસાનને કારણે  પરિવારનું કલ્પાંત અટકી રહ્યું નથી. અને માતા પિતા તેમજ બાળકના બા તો જાણે  સૂધબૂધ ખોઈ શૂન્યમનસ્ક થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જોકે આવી ઘટનાઓથી બચવા માટે ઘરમાં નાના બાળકને એકલા ન મૂકવા જોઈએ તેમજ ઝેરી વસ્તુઓ કે વાગી જાય તેવી વસ્તુઓ બાળકની પહોંચથી દૂર મૂકવી જોઈએ.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

નાની બેદરકારીને જીવનભરનો વસવસો : સાફ સફાઇમાં વ્યસ્ત હતા સાસુ વહુ, ને એક વર્ષનો દીકરો રમતમાં ઝેરી દવા ગગટાવી જતા મોતને ભેટ્યો