
- મુંબઈમાં અભ્યાસ કરતા જામનગરના માત્ર 13 વર્ષના કિશોરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું
- કિશોરને યોગા કરતા સમયે આવ્યો હતો હાર્ટ એટેક
જામનગર, મંગળવાર
હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચિંતાની વાત તો એ છે કે, યુવાઓ અને કિશોર વયનાઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. ગુજરાતના યુવા વર્ગ પર મોટી ઘાત બેઠી છે. આ હાર્ટએટેક ગુજરાતના યુવાઓને ભરખી રહ્યો છે. હવે તો નાના બાળકોને પણ હૃદય રોગના હુમલા આવી રહ્યાં છે. ત્યારે જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત થયું છે. જામનગરના રહેવાસી અને મુંબઈ અભ્યાસ કરતા ઓમ સચિનભાઈ ગંઢેચા નામના 13 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થતા ભારે અરેરાટી મચી છે. મુંબઈમાં અભ્યાસ કરતા જામનગરના માત્ર 13 વર્ષના કિશોરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મુંબઈમાં કાંદીવલીમાં અભ્યાસ કરતા જામનગરના કિશોર ઓમ ગઢેચાનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
મૂળ જામનગરનો કિશોર મુંબઈમાં અભ્યાસ કરતો હતો. ઓમ ગઢેચા યોગા કરી રહ્યો હતો, તે જ સમયે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને પળવારમાં તેનો જીવ ગયો હતો. આમ, ઓમ ગઢેચા નામના 13 વર્ષીય કિશોરના મોતથી પરિવારમાં આભ તૂટ્યાની સ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ રાજકોટના જેતપુરમાં સરદાર પટેલ કેળવણી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. વિદ્યાર્થીનીનું હૃદયરોગના હુમલાથી મોતની આશંકા છે. 18 વર્ષીય કશિશ સતીષભાઈ પીપળીયા હોસ્ટેલમાં જ રહીને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જામકંડોરણા તાલુકાના જામદાર ગામના પરિવારની પીપળીયા પરિવારની દીકરીના મોતથી પરિવાર પર આભ તૂટ્યુ છે. વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીને વાલની બીમારી હતી અને તેની સારવાર પણ ચાલતી હતી, ત્યારે પીએમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
