- આ ન્યુક્લિયર બેઝથી ખતરાને જોતા પાકિસ્તાને મોટા પાયે સુરક્ષા જવાનોને તૈનાત કર્યા
- ટીટીપી આ સેન્ટર પર ઘણી વખત હુમલો કરવાની ધમકી આપી ચૂક્યું
ઇસ્લામાબાદ, શુક્રવાર
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના દક્ષિણ ભાગમાં આવેલા ડેરા ગાઝી ખાન જિલ્લામાં એક ભયાનક વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ ન્યુક્લિયર બેઝ પાસે થયો હતો. આ વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 2012માં તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓએ આ પરમાણુ મથકને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ત્યારથી આ ન્યુક્લિયર બેઝ અત્યંત સુરક્ષા હેઠળ છે. પાકિસ્તાને ડેરા ગાઝીમાં જ યુરેનિયમનો ભંડાર પણ જાળવી રાખ્યો છે. ડેરા ગાઝી ખાનમાં બનેલું પરમાણુ કેન્દ્ર પાકિસ્તાનનું સૌથી મોટું છે. હજુ સુધી આ વિસ્ફોટની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પાકિસ્તાનના ડેરા ગાઝી ખાન જિલ્લામાં સૌથી મોટા પરમાણુ કેન્દ્ર નજીક વિસ્ફોટના અહેવાલો છે. પાકિસ્તાની સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં આ વિસ્ફોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટીટીપી આ સેન્ટર પર ઘણી વખત હુમલો કરવાની ધમકી આપી ચૂક્યું છે. અહીં યુરેનિયમનો ભંડાર પણ છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર