- મોડી રાત્રે થયેલા વરસાદને કારણે આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા
- અનેક સ્થળોએ રાત્રિ બી ફોર નવરાત્રીના આયોજનો રદ્ કરવા પડ્યા
રાજકોટ, શનિવાર
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા તેમજ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ગરબા આયોજકો આમ પણ ચિંતામાં જ છે, ત્યાં ગત મોડી રાત્રે રાજકોટમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજકોટમાં યોજવામાં આવેલ વેલકમ નવરાત્રીનો કાર્યક્રમ પણ ભારે વરસાદ અને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. હજી રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે.