- અત્યાર સુધીમાં સાત સુરક્ષા જવાનો સહિત 21 ના મોતની પુષ્ટિ
- હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે
ગંગટોક, શુક્રવાર
3 ઓક્ટોબરે સિક્કિમમાં વાદળ ફાટ્યાની ઘટના બન્યા બાદ તિસ્તા નદીમાં ભારે પુર આવ્યું છે. જેને કારણે અત્યાર સુધીમાં 21થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 7,000 થી વધુ લોકો ફસાયા છે. હાલમાં હેલિકોપ્ટર દ્વારા લોકોને રેસ્ક્યુ કરવાના પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.