District

દાહોદ અકસ્માત : કોર્ટની મુદ્દતમાં હાજર થવા વતનમાં આવતા પરિવારના 6 વ્યક્તિઓને કાળ ભરખી ગયા બાદ સમગ્ર પંથકમાં માતમ 

- ગરબાડા તાલુકાના પાટિયાઝોળ ગામ ના તળાવ પાસે દાહોદ અલીરાજપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો 
- ટ્રકની અડફેટે રિક્ષામાં સવાર ૭ વ્યક્તિઓ પૈકી ૬ ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા : રિક્ષા ચાલક પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે 

વિપુલ જોષી, ગરબાડા, મંગળવાર

  કોર્ટની મુદતમાં હાજર થવા માટે વતનમાં આવતા એક જ પરિવારના છ જેટલા સભ્યોને અકસ્માતમાં કાળ ભરખી ગયો છે. આ દુઃખદ સમાચાર બાદ સમગ્ર પંથકમાં માતમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે 

Embed Instagram Post Code Generator

  ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના ગરગાડી ફળિયાના એક જ પરિવારના છ જેટલા લોકો (૧ ) કટારા નરેશભાઈ કેશુભાઈ (૨ ) કટારા રેખાબેન નરેશભાઈ (૩) કટારા પવનભાઈ કેશુભાઈ (૪) કટારા રાઘવભાઈ પવનભાઈ (૫) કટારા મુકેશભાઈ મૂળજીભાઈ (૬) કટારા કેવનભાઈ ઇશ્વરભાઇ જે તમામ લોકો રાજકોટમાં પેટા કોન્ટ્રાક્ટર નું કામ કરતા હતા. અગાઉના કોઈ ઝઘડા ની કોર્ટમાં મુદ્દત હોવાના કારણે આ પરિવાર તારીખ 10 ના વહેલી સવારના ગરબાડા આવ્યો હતો. જ્યાંથી તેમના જ ગામની રીક્ષામાં સવાર થઇ પરિવારના સભ્યો પોતાના ગામ ઝરી બુઝર્ગ ના ગરગાડી ફળિયા જવા માટે રવાના થયા હતા. ત્યારે રસ્તામાં પાટિયાઝોળ ગામના તળાવ પાસે દાહોદ અલીરાજપુર હાઇવે પર મધ્ય પ્રદેશથી દાહોદ તરફ જઈ રહેલ   ટ્રકના ચાલકે આ રીક્ષાને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ગોઝારી ઘટનામાં રિક્ષામાં સવાર એક જ પરિવારના ૬ વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થતા પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું. પરિવારજનોના હૃદય દ્રાવક રુદનના દ્રશ્યોથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી જ્યારે રિક્ષા ચાલક ને પણ ગંભીર ઇજાઓ પહોચતા સારવાર માટે દાહોદ મોકલવામાં આવ્યો હતો અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા  અને ઘટનાની જાણ પોલીસને થતા સ્ટાફ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ત્યારબાદ તમામ મૃતદેહોને ટ્રેક્ટરની ટોલીમાં મૂકીને પોસ્ટમોર્ટમ માટે ગરબાડાના સરકારી દવાખાને મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ ટ્રકના ચાલકને પકડી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે ઇસમો ફરાર થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો