- ગરબાડા તાલુકાના પાટિયાઝોળ ગામ ના તળાવ પાસે દાહોદ અલીરાજપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
- ટ્રકની અડફેટે રિક્ષામાં સવાર ૭ વ્યક્તિઓ પૈકી ૬ ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા : રિક્ષા ચાલક પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે
વિપુલ જોષી, ગરબાડા, મંગળવાર
કોર્ટની મુદતમાં હાજર થવા માટે વતનમાં આવતા એક જ પરિવારના છ જેટલા સભ્યોને અકસ્માતમાં કાળ ભરખી ગયો છે. આ દુઃખદ સમાચાર બાદ સમગ્ર પંથકમાં માતમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે