Gujarat

નરેશ પટેલનો ગર્ભિત ઈશારો : સવા કરોડ છીએ, મૂંછના આંકડાનો જરૂર પડે ઉપયોગ કરો : વાંચો અહેવાલ 
 

નરેશ પટેલનો ગર્ભિત ઈશારો : સવા કરોડ છીએ, મૂંછના આંકડાનો જરૂર પડે ઉપયોગ કરો : વાંચો અહેવાલ 
 

- પાટીદાર યુવાનો મૂંછોના આંકડા રાખતા થયા છે, યુવાનો હવે બહાર આવી રહ્યા છે : નરેશ પટેલ
- લેઉવા સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામમાં વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ-૨૦૨૩ બેઠક મળી

ગાંધીનગર, રવિવાર

  લેઉવા સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સમાજને ગર્ભિત ઈશારો કરતાં કહ્યું હતું કે, સવા કરોડ છીએ, આપણ એક થઈએ. આપણો સમાજ ભોળ છે અને એટલે કોઈ ઉપયોગ ન કરી જાય તે માટ એક થઈએ. પાટીદાર યુવાનો સંદર્ભે તેમણે કહ્યું હતું કે, પાટીદાર યુવાનો મૂંછોના આંકડા રાખતા થયા છે, યુવાનો હવે બહાર આવી રહ્યા છે, મૂંછના આંકડાનો જરૂર પડે ઉપયોગ કરવા પણ તેમણે યુવાનોને આહવાન કર્યું હતું. વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ-૨૦૨૩ની એક બેઠક મળી હતી જેમાં નરેશ પટેલે પાટીદાર યુવાનોને એક થવા હાકલ કરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  લેઉવા સમાજના આસ્થાના કેન્દ્ર અને જ્યાં રોજના ૨૦ હજારથી વધારે દર્શનાથીઓ મા ખોડલના દર્શન કરવા આવે છે તેવા કાગવડના ખોડલધામાં વિદ્યાર્થી સમિતિ કન્વીનરની એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ચેરમેન નરેશ પટેલે પાટીદાર સમાજને એક થવા હાકલ કરી હતી અને યુવાનો મૂંછના આંકડાનો ઉપયોગ કરે તેના ઉપર ભાર મૂક્યો હતો. યુવાનોને થ્રી-પી એટલે કે પોલીસ, પ્રેસ અને પોલિટિક્સ તેમજ સામાજિક લીડરશીપ અંગે વિકસિત થવા હાકલ કરી હતી. આ બેઠકમાં પાટીદાર સમાજના ૧૨૦૦થી વધારે યુવાનો હાજર રહ્યા હતા તો અત્યાર સુધી ૪૭૫થી વધારે પાટીદાર સમાજના યુવકો સરકારની જુદી જુદી ભરતીની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈને સરકારી નોકરીએ લાગ્યા હોવાનું પણ જણાવ્યું હતું. નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમના ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યા હતા અને તેમના પરિજનો સાથે ભોજન લીધું હતું. વિધાનસભાની ચૂંટણી અગાઉ નરેશ પટેલ કોઈ પાર્ટીમાં જાેડાશે તેવી અટકળો તેજ થઈ હતી પણ તેઓ કોઈ પાર્ટીમાં જાેડાયા નથી અને હાલ ખોડલધામના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર