Gujarat

નરેશ પટેલની દિલ્હીમાં કોંગ્રેસી અગ્રણી નેતાઓ સાથે બેઠક, ચાર ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું 

નરેશ પટેલની દિલ્હીમાં કોંગ્રેસી અગ્રણી નેતાઓ સાથે બેઠક, ચાર ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું 

- ધારાસભ્ય કિરીટ પટેલ, પ્રતાપ દૂધાત, લલિત કગથરા અને લલિત વસોયા પણ બેઠકમાં હાજર રહ્યા 
- નજીકના દિવસોમાં નરેશ પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જાેડાય તેવા ઉજળા સંકેત

ગાંધીનગર, મંગળવાર 

   નરેશ પટેલને લઈ હજુ પણ રાજકારણમાં જાેડાવવા મામલે સસ્પેન્સ જાેવા મળી રહ્યું છે. ઘડીકમાં તેઓ કોંગ્રેસમાં જાેડાશે તેવી અટકળો સામે આવે છે તો ઘડીકમાં ભાજપમાં જાેડાશે તેવી વાતો વહેતી થાય છે. જાે કે, હજુ નરેશ પટેલ પાક્કું મન બનાવી શક્યા નથી.  છેક ૨૦૧૭થી રાજકારણમાં આવું છું આવું છું તેવું કહેનારા ખોડલધામના નરેશ પટેલ હજુ પણ રાજકારણમાં જાેડાવવા મામલે મગનુ નામ મરી પાડતા નથી. ગઈકાલે એટલે કે સોમવારે તેઓ દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યો કિરીટ પટેલ, પ્રતાપ દૂધાત, લલિત કગથરા અને લલિત વસોયા હાજર રહ્યા હતા અને નજીકના દિવસોમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જાેડાશે તેવો સંકેત પણ આપ્યો હતો. ખોડલધામના નરેશ પટેલ નજીકના દિવસોમાં રાજકારણમાં જાેડાશે તે હવે નક્કી લાગી રહ્યું છે, તાજેતરમાં ખોડલધામમાં મળેલી બેઠકમાં પણ તેમણે કહ્યું હતું કે, નજીકના દિવસોમાં હું રાજકારણમાં જાેડાવવા અંગેની જાહેરાત કરીશ. નરેશ પટેલ કોના થશે તેને લઈ જાતજાતની વાતો સામે આવી રહી છે. અગાઉ પંજાબમાં આપ પાર્ટીને સફળતા મળ્યા બાદ એવી વાત ઊડી હતી કે, નરેશ પટેલને આપ પાર્ટી પંજાબથી રાજ્યસભાના ઉમેદવાર બનાવી શકે છે. બાદમાં કોંગ્રેસમાં જાેડાશે તેવી અટકળો સામે આવી હતી અને કોંગ્રેસના નેતાઓએ પણ આડકતરી રીતે સ્વીકાર કર્યો હતો કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જાેડાઈ શકે છે. બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં નરેશ પટેલનો ઝૂકાવ ભાજપ તરફ વધ્યો હોય તેવું જાેવા મળ્યું છે અને તેની ગવાહી જામનગરમાં જાેવા મળી હતી. જેમાં નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે એક જ રથમાં સવાર થઈને નીકળ્યા હતા. એ ઘટના બાદ બે દિવસમાં જ ભાજપના ચાર ધારાસભ્યો ખોડલધામ પહોંચ્યા હતા અને જ્યાં નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી.

   ખોડલધામના નરેશ પટેલ ૨૦૧૭થી રાજકારણમાં આવવાનું કહી રહ્યા છે પણ પાંચ વર્ષ પછી પણ તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા નથી. રાજ્યનો મુખ્યમંત્રી પાટીદાર જ હોવો જાેઈએ તેવું નિવેદન આપ્યાના બેથી અઢી મહિનામાં જ ગુજરાતના મુખ્યમંત્રી બદલાય જાય છે અને રાતોરાત પાટીદાર મુખ્યમંત્રી આવી જાય છે. નરેશ પટેલ પ્રતિષ્ઠીત વ્યક્તિ છે અને પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજાેમાં પણમ તેઓ ખાસ્સા એવા લોકપ્રિય છે અને હવે તેઓ રાજકારણમાં આવીને દરેક સમાજની સેવા કરવાનું ઈચ્છી રહ્યા છે. નરેશ પટેલ કઈ પાર્ટીમાં જાેડાશે તેને લઈ અનેક અટકળો સામે આવતી રહે છે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. નરેશ પટેલનો ઝૂકાવ કોંગ્રેસ તરફી રહ્યો છે અને તેઓ કોંગ્રેસમાં જ જાેડાશે તેવા નિવેદનો પણ કોંગ્રેસના નેતાઓ અગાઉ આપી ચૂક્યા છે. જાે કે,બાદના ઘટનાક્રમમાં પ્રશાંત કિશોર કોંગ્રેસમાં ન જાેડાતાં હવે નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જાેડાવું કે કેમ તેના ઉપર ગંભીર વિચારણા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે નરેશ પટેલનો ઝૂકાવ ભાજપ તરફ વધી રહ્યો છે જેની ગવાહી તાજેતરમાં બનેલા બે ત્રણ ઘટના સાક્ષી પૂરે છે. જામનગરમાં આયોજિત ભાગવત કથાની શોભાયાત્રામાં નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે એક જ રથમાં જાેવા મળ્યા હતા અને બાદમાં બે દિવસ બાદ ભાજપના ચાર ધારાસભ્યો ખોડલધામમાં નરેશ પટેલને મળ્યા હતા. જાે કે, ધારાસભ્યોએ આ મુલાકાત કોઈ રાજકીય નથી તેવું કહીને છેદ ઊડાડી દીધો હતો. હવે નરેશ પટેલની દિલ્હીમાં કોંગ્રેસી અગ્રણી નેતાઓ સાથે મુલાકાત થઈ હોવાનું સત્તાવાર સમર્થન કોંગ્રેસના ચાર ધારાસભ્યો આપી રહ્યા છે ત્યારે નજીકના દિવસોમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જાેડાય તેવું સ્પષ્ટ બની રહ્યું છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

નરેશ પટેલની દિલ્હીમાં કોંગ્રેસી અગ્રણી નેતાઓ સાથે બેઠક, ચાર ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું