District

Navratri 2023 : નવરાત્રિમાં માતાજી કરશે મહેર, જગતજનનીના શણગારમાં આ ખાસ રંગો અચૂક સામેલ કરજો

- તમારા નવરાત્રિના પહેરવેશમાં  તેમજ માતાજીના શણગારમાં પણ આ રંગો સામેલ કરી શકો છો

- વરાત્રિ પૂર્ણ થતા  માતાજીને  ચઢાવેલી આ તમામ રંગોની ચૂંદડીને તમે તમારા પૂજાઘરમાં સાચવીને રાખી શકો છો

અમદાવાદ, શુક્રવાર

    નવરાત્રિ માટે બજારોમાં લોકો ખરીદી માટે ઉમટ્યા છે અને બજારો છેલ્લી ઘડીની ખરીદીથી ધમધમી રહયા છે ત્યારે નવરાત્રિ દરમિયાન મતાજીના ગરબાની સ્થાપના કરીને  આ નવ દિવસો દરમિયાન માતાજીના નવ સ્વરૂપની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, શુભ મુર્હુતમાં ગરબાનું સ્થાપન થાય છે તેમજ માતાજીને નવલા શણગાર કરવામાં આવે છે. દરેક માઇભક્ત ઇચ્છે છે કે આ દિવસો દરમિયાન તે જગતજનનીની ઉપાસના શ્રદ્ધાપૂર્વક કરે .

    તો આ બાબત સાથે તમે જો  નવરાત્રિના દરેક દિવસો દરમિયાન માતાજીના સ્વરૂપ પ્રમાણે માતાજીના શણગાર કરશો તો અચૂક મા અંબાની તમારા ઉપર વિશેષ કૃપા ઉતરશે. તમે તમારા નવરાત્રિના પહેરવેશમાં  તેમજ માતાજીના શણગારમાં પણ આ રંગો સામેલ કરી શકો છો.  તો ચાલો જાણીએ કે નવ દિવસો દરમિયાન માતાજીના કયા સ્વરૂપની પૂજા થાય છે અને  તેમને કયા રંગનો શણગાર કરવો જોઈએ.  જે લોકો નવરાત્રિ દરમિયાન  નાની બાળકીઓને  જમાડે છે તેઓ બાળકીઓને જમાડીને  નવરાત્રિના દિવસ પ્રમાણે ખાસ રંગોની વસ્તુઓ  દાન કરી શકે છે.

1. શૈલપુત્રી
    પ્રથમ નવરાત્રિએ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પીળો રંગ પહેરવું શુભ ગણાય છે તેથી આ દિવસની પૂજા પીળા કપડાં પહેરીને કરવી જોઈએ. તેમજ માતાજીને પીળા રંગની ચૂંદડી, પીળા રંગનો નૈવેદ્ય અને પીળા રંગના શણગાર અપર્ણ કરવા જોઈએ.

2. બ્રહ્મચારિણી
    બીજા નોરતે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે આ દિવસનો રંગ લીલો હોવાથી  તે દિવસની પૂજા લીલા રંગના કપડાં પહેરીને જોઈએ. તેમજ માતાજીને પણ લીલી ચૂંદડી, બંગડી, ચાંદલો જેવા શણગાર અર્પણ કરવા જોઈએ.

3. ચંદ્રઘંટા 
નવરાત્રીના ત્રીજા દિવસે આછા આસમાની રંગના કપડા પહેરવા જોઈએ. માતા ચંદ્રઘંટાનું પૂજન કરતી વખતે કોઈપણ રંગના વસ્ત્રો પહેરી શકાય છે. જોકે માતાજીના શણગારમાં આસમાની કે વાદળી રંગનો શણગાર સામેલ કરવો જોઈએ.

4. કુષ્માંડા દેવી
નવરાત્રીના ચોથા દિવસે નારંગી રંગના કપડાં પહેરીને કુષ્માંડા દેવીની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. માતાજીને આ રંગ અતિશય પ્રિય છે આથી માતાજીના શણગારમાં કેસરી ગલગોટા પણ સામેલ કરવા જોઈએ. મંદિરનો શણગાર તેમજ માતાજીની ચૂંદડી પણ આ રંગની પસંદ કરી શકાય. તમે  ગરબા રમવા માટે પણ કેસરી ચણિયાચોળી કે કેડિયું પસંદ કરી શકો છો

5. સ્કંદમાતા
ભક્તોની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરનાર માતાનું પૂજન સફેદ રંગના વસ્ત્ર પહેરીને કરવું જોઈએ. સ્કંદમાતા  સમૃદ્ધિના દ્વાર ખોલી આપનારૂ મા શક્તિનું સ્વરૂપ છે. તેમને સફેદ રંગનું નૈવેદ્ય અપર્ણ કરવું જોઈએ.

6. કાત્યાયની મા
પાંચમા દિવસે કાત્યાયની માતાનું પૂજન લાલ રંગના કપડાં પહેરીને કરવું. માતાજીને શણગારમાં લાલ રંગના તમામ શણગાર અપર્ણ કરવા જોઈએ. તેમજ લાલ રંગની વસ્તુઓનું  દાન કરવું.

7. કાલરાત્રિ
સાતમા નોરતે કાલરાત્રિ માતાનું પૂજન થાય છે. આ દિવસે ઘાટો વાદળી રંગ પહેરવો શુભ ગણાય છે. તેમજ માતાજીને વાદળી રંગની ચૂંદડી  ચઢાવવી જોઈએ.

8. મહાગૌરી
મહાગૌરીની પૂજા કરતી વખતે ગુલાબી રંગ શુભ રહે છે અષ્ટમીની પૂજા  કરતી  વખતે અને બાળકીઓને જમાડતી વખતે પણ ગુલાબી રંગના કપડા જ પહેરવા જોઈએ.

9. સિધ્ધિદાત્રી
નવમા નોરતે સિદ્ધિદાત્રી માતાની પૂજા થાય છે. તેમને જાંબુડિયા રંગના વસ્ત્રો હોય છે આથી આ દિવસે આ રંગનો ઉપયોગ કરવો જોઈએ.  નવરાત્રિ પૂર્ણ થતા  માતાજીને  ચઢાવેલી આ તમામ રંગોની ચૂંદડીને તમે તમારા પૂજાઘરમાં સાચવીને રાખી શકો છો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

Navratri 2023 : નવરાત્રિમાં માતાજી કરશે મહેર, જગતજનનીના શણગારમાં આ ખાસ રંગો અચૂક સામેલ કરજો