Gujarat

મુખ્ય સેવિકાની પરીક્ષામાં હવે સ્નાતક કક્ષા જ નહીં, હોમ સાયન્સ અને ચાઈલ્ડ ડેવલપમેન્ટનો કોર્સ પણ જરૂરી : પરિપત્રથી રોષ

મુખ્ય સેવિકાની પરીક્ષામાં હવે સ્નાતક કક્ષા જ નહીં, હોમ સાયન્સ અને ચાઈલ્ડ ડેવલપમેન્ટનો કોર્સ પણ જરૂરી : પરિપત્રથી રોષ

- મુખ્ય સેવિકાની પરીક્ષામાં શૈક્ષણિક લાયકાતમાં અચાનક ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

- રાજ્યની મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર મહિલાઓ મુખ્ય સેવિકાની પરીક્ષાથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ

ગાંધીનગર, શુક્રવાર

  ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકાની લેવાનારી ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં અચાનક ફેરફાર કરવામાં આવતાં લાંબા સમયથી મહેનત કરતી રાજ્યની મોટાભાગની શિક્ષિત બહેનો પરીક્ષાથી વંચિત રહેશે, જેના પગલે રોષની લાગણી ફેલાવા પામી છે અને વિભાગ દ્વારા કરેલો પરિપત્ર પાછો ખેંચવા અને જૂના નિયમ મુજબ ભરતી પરીક્ષા લેવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે.

  રાજ્યમાં પેપર લીક થવાની ઘટનાઓ બાદ હવે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી મુખ્ય સેવિકાની પરીક્ષામાં શૈક્ષણિક લાયકાતમાં અચાનક ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યની મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર મહિલાઓ મુખ્ય સેવિકાની પરીક્ષાથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

  આ અંગે રાજ્યની કેટલીક મહિલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અત્યાર સુધી સ્નાતક કક્ષાની લાયકાત ઉપર મુખ્ય સેવિકા ની પરીક્ષાઓ લેવામાં આવતી હતી. પરંતુ તાજેતરમાં 27 ડિસેમ્બરના રોજ પંચાયત વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, મુખ્ય સેવિકાની પરીક્ષા હવે સ્નાતક કક્ષાની લાયકાત ઉપર નહીં, પરંતુ જેણે હોમ સાયન્સ અને ચાઈલ્ડ ડેવલપમેન્ટનો કોર્સ કર્યો હશે તે જ ઉમેદવાર આ પરીક્ષાને માટે લાયક રહેશે.

  આવા પરિપત્રના કારણે હવે કોરોનાના કપરા સમય વચ્ચે છેલ્લા બે - ત્રણ વર્ષથી મુખ્ય સેવિકાની તૈયારીઓ કરતી બહેનો માટે નવી મુસીબત ઉભી થઇ છે .આ તબક્કે કેટલીક બહેનો એવી રજૂઆત કરી હતી કે હવે આ ભરતી પ્રક્રિયાની પરીક્ષા માટેના ફોર્મ ભરવાનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે અચાનક ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે શૈક્ષણિક લાયકાતમાં કરેલા ફેરફારના કારણે સ્નાતક કક્ષાની શિક્ષિત બેરોજગાર મહિલાઓને અન્યાય થયો છે. ઉપરાંત કેટલીક બહેનોએ વેદના વ્યક્ત કરી હતી કે મુખ્ય સેવિકા ની પરીક્ષા આપતી મોટા ભાગની બહેનો પરિણીત છે અને નાના બાળકો પણ છે. જ્યારે કેટલી ગરીબ પરિવારની શિક્ષિત દીકરીઓ પણ મુખ્ય સેવિકાની ભરતી માટે તનતોડ મહેનત કરતી આવી છે. (તસવીર પ્રતિકાત્મક છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

મુખ્ય સેવિકાની પરીક્ષામાં હવે સ્નાતક કક્ષા જ નહીં, હોમ સાયન્સ અને ચાઈલ્ડ ડેવલપમેન્ટનો કોર્સ પણ જરૂરી : પરિપત્રથી રોષ