- બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચા ભારત પરત ફરી છે
- અભિનેત્રી થોડા દિવસ પહેલા હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈઝરાયેલ ગઈ હતી
- નુસરત આતંકવાદી હુમલાની વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગઈ હતી
મુંબઈ, રવિવાર
બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચા ભારત પરત ફરી છે. અભિનેત્રી થોડા દિવસ પહેલા હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈઝરાયેલ ગઈ હતી. ત્યાં નુસરત આતંકવાદી હુમલાની વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. હાલમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. હમાસ દ્વારા વિવિધ સ્થળોએથી કેટલાય રોકેટ છોડવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે ભારતીય અભિનેત્રી નુસરત ભરૂચા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. હાલમાં નુસરત મુંબઈ પરત ફરી છે. પાપારાઝીએ અભિનેત્રીને એરપોર્ટ પર સ્પોટ કરી હતી. અહીં નુસરત એકદમ ડરી ગઈ હતી. હાલમાં તેણે મીડિયામાં કોઈપણ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર