District

વેલેન્ટાઇન ડે ના દિવસે યુવક યુવતીએ લગ્ન કરી લીધા પણ પરિવારને જાણ ન કરી

વેલેન્ટાઇન ડે ના દિવસે યુવક યુવતીએ લગ્ન કરી લીધા પણ પરિવારને જાણ ન કરી

- ઘાટલોડિયામાં આવેલી સાસરીમાં ગયેલી યુવતીને તેનો ભાઇ અપહરણ કરીને લઇ ગયો

- યુવતીના ભાઇ અને અન્ય વ્યક્તિઓ વિરુદ્વ ઘાટલોડિયા પોલીસે ફરિયાદ નોંધી

- ઘાટલોડિયાના મંગલમૂર્તિ ટેનામેન્ટની ઘટના

અમદાવાદ, બુધવાર

  શહેરના ઘાટલોડિયા ટેલિફોન એક્સચેંજ પાસે આવેલા મંગલમૂર્તિ ટેનામેન્ટમાં  રહેતા એક યુવક તેના જ પાડોશમાં રહેતી  યુવતી સાથે નવ મહિના પહેલા વેલેન્ટાઇન ડેના દિવસે અમદાવાદની કોર્ટ મેરેજ કરી લીધા હતા. જો કે આ બાબતની જાણ યુવતીના પરિવારજનોને કરી નહોતી અને પિતાના ઘરે જ રહેતી હતી. જો કે એક સપ્તાહ પહેલા  યુવતીના પરિવારજનોને આ બાબતે જાણ થઇ હતી. જેથી તેના પિતા અન્ય સ્થળે રહેવા માટે ગયા હતા.  પરંતુ, સોમવારે  યુવતી  સાસરીમાં રહેવા માટે જતી રહી હતી. ત્યારે યુવતીના ભાઇએ  કેટલાંક લોકો સાથે ઘરે આવીને તોડફોડ કરીને  યુવતીનુ સાસરીમાંથી અપહરણ કર્યું હતું.  જે અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.

 શહેરના ઘાટલોડિયામાં ટેલિફોન એક્સચેંજ પાસે આવેલા મંગલમૂર્તિ ટેનામેન્ટમાં રહેતા  આશિષ શાહ ઘાટલોડિયા સીપી નગરમાં   ચશ્માની દુકાન ધરાવી વ્યવસાય કરે છે . તેને અઢી વર્ષ પહેલા તેમના ઘરની બાજુમાં  જ રહેતી રૃજુલ દેસાઇ નામની પાડોશી  યુવતી સાથે પ્રેમ થયો હતો. જે બાદ તેમણે  લગ્ન કરવાનું નક્કી કરીને  14 ફેબ્રુઆરીએ  વેલેન્ટાઇન ડેના દિવસે   કોર્ટ મેરેજ કર્યા હતા.. જો કે આ બાબતે રૃજુલના પરિવારજનેને જાણ કરી નહોતી. અને તે તેના પિતાને ત્યાં જ રહેતી હતી. જો કે થોડા દિવસો  પહેલા તેના પિતાને તેમની રુજુલ  અને આશિષના સંબધને મામલે શંકા ગઇ હતી . જેથી તેણે પરિવાર સાથે  મંગલમૂર્તિ ટેનામેન્ટનું મકાન ખાલી કરી દીધું હતું અને તે  ઘાટલોડિયામાં અન્ય સ્થળે રહેવા માટે  ગયા હતા અને તેમણે રૃજુલનો મોબાઇલ ફોન લઇ લીધો હતો. જેથી તે આશિષ સાથે સંપર્કમાં ન રહે. જો કે તેણે તક મળતા આશિષને મોબાઇલ પર મેસજ કરીને સાસરીમાં રહેવા આવવા માટેનું કહ્યું હતુ  અને સોમવારે સાંજે  તે  પોતાના પિતાનું ઘર છોડ઼ીને આશિષના ઘરે પોતાના સાસરીમાં રહેવા માટે આવી ગઇ હતી. પરંતુ, તે દિવસે જ રાત્રે રૃજુલનો ભાઇ કાવ્ય દેસાઇ અને પાંચ અજાણ્યા લોકો સાથે ઘરે આવ્યો હતો અને તેણે આશિષના ઘરમાં તોડફોડ કરીને આશિષ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં રૃજુલનું  ત્યાંથી  અપહરણ કરીને લઇ ગયો હતો. આ અંગે આશિષે ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે કાવ્ય દેસાઇ અને અન્ય લોકો વિરૃદ્વ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

વેલેન્ટાઇન ડે ના દિવસે યુવક યુવતીએ લગ્ન કરી લીધા પણ પરિવારને જાણ ન કરી