- મકાનનો સોદો કર્યા બાદ મકાન અન્ય વ્યક્તિને વેચી માર્યું
- સેક્ટર 21 પોલીસ દ્વારા છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી
ગાંધીનગર, ગુરૂવાર
ગાંધીનગર સેક્ટર 30 સર્વોદય નગર ખાતે આવેલા મકાનના સોદો કર્યા બાદ આ મકાન અન્ય વ્યક્તિને વેચી મારીને ઠગાઈ કરનાર મકાન માલિક સામે સેક્ટર 21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 1.75 કરોડમાં સોદો નક્કી કર્યા બાદ 10.26 લાખ લઈ મકાન માલિકને મકાનો કબજો આપવાની જગ્યાએ મકાન અન્ય વ્યક્તિને વેચી મારવામાં આવ્યું હતું. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.