- મજુરી માટે જઈ રહેલો યુવક એકાએક ઢળી પડ્યા બાદ મોત
- પાલનપુર સિવિલ હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યો
પાલનપુર, સોમવાર
રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. રોજે રોજ રાજ્યમાં હાર્ટ એટેકને કારણે યુવાનો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના ધાણધા ગામે રહેતો 30 વર્ષિય યુવક રવિવારે હાર્ટ એટેકનો હુમલો આવ્યા બાદ મોતને ભેટ્યો હતો. ઘરેથી મજૂરીએ જવા નીકળેલા યુવકનો મૃતદેહ પરત આવતા પરિવારજનો ભાંગી પડ્યા હતા.