- સુરેન્દ્રનગરના સુદામડામાં 28 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત
- યુવાન પોલીસ ભરતી માટે તૈયારી કરતો હતો
સુરેન્દ્રનગર, રવિવાર
રાજ્યમાં હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યા છે. જેના કારણે રોજ કોઈના કોઈ શહેરમાં મોતને ભેટી રહ્યા છે. હવે સુરેન્દ્રનગર વિસ્તારમાંથી વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાની માહિતી સામે આવી છે. સાયલાના સુદામડામાં 25 વર્ષીય કલ્પેશ ચાવડા નામના યુવકનુ મોત નિપજ્યું છે. સાયલાના સુદામડાના યુવાન પોલીસ સહિતની ભરતી માટે તૈયારી કરતો હતો. શનિવારે સુદામડા રસ્તે દોડતા દોડતા અચાનક પડી ગયો હતો. આ બાબતની જાણ થતાં પરિવારજનોએ સાયલા દવાખાને સારવાર માટે લઇ જવામાં આવતા ડોક્ટરે હાર્ટ એટેકથી મોત થયાનું જણાવતા પરિવારજનોમાં આક્રંદ છવાયું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર