Gujarat

ખળભળાટ : માતર ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહીત ૨૬ લોકોને બે વર્ષની જેલની સજા 

ખળભળાટ : માતર ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહીત ૨૬ લોકોને બે વર્ષની જેલની સજા 

- શિવરાજપુરા નજીકના રિસોર્ટમાં જુગાર રમવાનો કેસ, હાલોલ કોર્ટે સજાનો હૂકમ કર્યો 
- પોલીસે દરોડો પાડતાં ધારાસભ્ય સહીતના લોકો દારૂ અને જુગારની મહેફીલ માણતા પકડાયા હતા

ગાંધીનગર,બુધવાર

  ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ છે અને તેના માતરના ધારાસભ્યને હાલોલની કોર્ટે જુગાર અને દારૂના કેસમાં બે વર્ષની સજાનો હૂકમ કર્યો છે. ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહીત ૨૬ લોકોને બે વર્ષની સજાનો હૂકમ કરવા સાથે કોર્ટે રૂપિયા ૪ હજારનો દંડ પણ ફટકાર્યો છે. પંચમહાલ પાસેના શિવરાજપુરા નજીકના રિસોર્ટમાં ધારાસભ્ય દારૂ અને જુગારની મહેફીલ માણતાં પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા અને બાદમાં કેસ ચાલ્યો હતો જેનો આજે ચૂકાદો આવ્યો હતો. 

  ખેડા જિલ્લાની માતર બેઠકના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સામે મુશ્કેલીઓ વધી ચૂકી છે. પંચમહાલના શિવરાજપુરા નજીકના રિસોર્ટમાં તેઓ અન્ય ૨૬ લોકો સાથે દારૂ અને જુગારની મહેફીલ માણી રહ્યા હતા. આ સમય દરમિયાન પોલીસે દરોડો પાડયો હતો અને ધારાસભ્ય સહીતના લોકો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા અને પોલીસે તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામ સામે કાર્યવાહી આરંભી હતી. બાદમાં આ કેસ હાલોલની કોર્ટમાં ગયો હતો અને આજે કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો જેમાં ધારાસભ્ય સહિત ૨૬ લોકોને બે વર્ષની સજાનો હૂકમ કરવાની સાથે ચાર હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જે તે સમયે ધારાસભ્ય દારૂ અને જુગારની મહેફીલ માણતા પકડાયા ત્યારે મામલો ગરમાયો હતો અને આ કેસને રફેદફે કરવા માટે ભારે ધમપછાડા કરવામા આવ્યા હતા. જાે કે, પોલીસે નિષ્પક્ષ અને તટસ્થ તપાસના અંતે કેસ કર્યો હતો અને આજે કોર્ટે સજાનો હૂકમ કર્યો છે. કોર્ટની સજાના હૂકમના પગલે ભાજપમાં હલચલ મચી છે. જાે કે, આગામી દિવસોમાં ધારાસભ્ય સહીતના લોકો આ કોર્ટના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારી શકે છે તેવી સંભાવનાઓ જાેવામાં આવી રહી છે. હાલ તો કોર્ટના ચૂકાદાના પગલે માતર ભાજપમાં સોપો પડી ગયો છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

ખળભળાટ : માતર ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહીત ૨૬ લોકોને બે વર્ષની જેલની સજા