District

દહેગામ પાલિકાની સામાન્ય સભામાંથી વિપક્ષનો વોકઆઉટ  

દહેગામ પાલિકાની સામાન્ય સભામાંથી વિપક્ષનો વોકઆઉટ  

- ગેરકાયદે ઠરાવ કરીને વંચાણે ન લીધા હોવાનો વિપક્ષનો આક્ષેપ
- નવા પ્રમુખના પહેલા બોર્ડમાં વિપક્ષે કલમ ૨૫૮ દાખલ કરી

દહેગામ,મંગળવાર

    દહેગામ પાલિકાની સામાન્ય સભા આજે મળી હતી જેમાં વિવિધ સમિતિઓમાં ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. બાદમાં સભાનું કામકાજ શરૂ થાય ત્યારે વિપક્ષે વોકઆઉટ કર્યો હતો. વિપક્ષે કહ્યું કે, સામાન્ય સભામાં ગેરકાયદે ઠરાવ કરવામાં આવ્યો હતો અને વંચાણે લીધા નહોતા. આ મામલે વિપક્ષે પ્રાદેશિક કમિશનરને પણ રજૂઆત કરીને કલમ ૨૫૮ દાખલ કરાવી હતી અને ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી હતી. વિપક્ષના પાંચ સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યો હતો.

    વિપક્ષના નેતા માર્ગેશ સક્સેનાએ કહ્યું કે, આજે સામાન્ય સભામાં શાસક પક્ષે ગેરકાયદે ઠરાવ કર્યા હતા અને જે વંચાણે પણ લેવામાં આવ્યા નહોતા. ગત સભામાં પણ આ મામલે પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી પણ ફરીથી એ જ ગેરકાયદે ઠરાવ કરવામાં આવ્યા હતા. આ મામલે વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને પાંચ સદસ્યોએ વોકઆઉટ કર્યો હતો. બાદમાં વિપક્ષના સભ્યોએ ગાંધીનગર જઈને પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરીને કલમ-૨૫૮ દાખલ કરી હતી. બાદમાં ચીફ ઓફીસરને પણ રજૂઆત કરવામાં આવી હતી. ગેરકાયદે કરવામાં આવેલા ઠરાવ રદ કરવામાં આવે તેવી માગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. વિપક્ષી નેતાએ કહ્યું કે, નવા પ્રમુખની પહેલી સામાન્ય સભામાં જ કલમ ૨૫૮ દાખલ કરવામાં આવી છે. આગામી સમયમાં આ મામલો ગરમાય શકે છે અને વિપક્ષ ગેરકાયદે વંચાણનો મામલે તડાફડી બોલાવી શકે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામ પાલિકાની સામાન્ય સભામાંથી વિપક્ષનો વોકઆઉટ