- નેધરલેન્ડ્સ સામે પાકિસ્તાન ઓલઆઉટ
- રિઝવાન અને શકીલે 68 રન બનાવ્યા
નવી દિલ્હી, શુક્રવાર
ICC ક્રિકેટ વર્લ્ડ કપની બીજી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં નેધરલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નેધરલેન્ડની ટીમે બોલ સાથે સારી શરૂઆત કરી હતી અને માત્ર 38 રનમાં પાકિસ્તાનની 3 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે ત્યાર બાદ મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે પાકિસ્તાનની ઈનિંગ્સને સંભાળી લીધી હતી અને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. જોકે, પાકિસ્તાનની ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. પાકિસ્તાનની આખી ટીમ 49 ઓવરમાં 286 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ સ્કોર મોહમ્મદ રિઝવાને 75 બોલમાં 68 રન અને સઈદ શકીલે 52 બોલમાં 68 રન બનાવ્યા હતા. આ સિવાય મોહમ્મદ નવાઝે પણ 39 રનની ઇનિંગ રમી હતી અને શાદાબ ખાને પણ 32 રનની ઇનિંગ રમી હતી. આ 4 બેટ્સમેન સિવાય પાકિસ્તાન તરફથી કોઈ બેટ્સમેન 20 રન પણ બનાવી શક્યો નહોતો. બાબર આઝમ પણ આ મેચમાં માત્ર 5 રન બનાવી શક્યો હતો. આ રીતે પાકિસ્તાને 49 ઓવરમાં 286 રન બનાવ્યા અને ઓલઆઉટ થઈ ગયું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
નેધરલેન્ડે 8 બોલરોનો ઉપયોગ કર્યો હતો
નેધરલેન્ડના કેપ્ટને તેના 8 બોલરોનો ઉપયોગ કર્યો હતો અને બાસ ડી લીડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. તેણે 9 ઓવરમાં 62 રન આપીને મોહમ્મદ રિઝવાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન અને હસન અલીની વિકેટ લીધી હતી. તેના સિવાય કોલિન એકરમેને 8 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેમના સિવાય આર્યન દત્ત, લોગન વાન બીક અને પોલ વાન મીકરેન પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. હૈદરાબાદની પીચ પર રમાયેલી પ્રેક્ટિસ મેચને જોતા લાગે છે કે આ મેદાન પર 286 રનનો પીછો કરવો બહુ મુશ્કેલ નથી. હવે જોવાનું એ રહેશે કે નેધરલેન્ડ આ ટાર્ગેટનો પીછો કરીને આ વર્લ્ડ કપની પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવીને મોટો અપસેટ સર્જી શકે છે કે નહીં.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો