- રાજ્યમાં રખડતા ઢોર અંગેની ગાઇડલાઇન શોભાના ગાંઠિયા જેવી સાબિત થાય છે
- આખલાએ યુવકને અડફેટે લેતા લોકોએ મહામહેનતે આખલાને દૂર ધકેલ્યો હતો
બોટાદ, ગુરૂવાર
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસનો જાણે કોઈ ઉકેલ જ ન હોય તેમ રખડતા ઢોર રીતસર લોકો પર યમરજ બનીને ત્રાટકતા હોય છે આવી ઘટનાથી કૉટલાય લોકો મોતને ભેચ્યા છે તો કેટલાય લોકો ગંભીર રીતે ઇજા પામેલા છે અને હાથ કે પગ ગુમાવવાનો વારો આવ્યો હોય તેવી ઘટનાઓ પણ બની છે હાલમં જ બોટાદ જિલ્લાના રાણપુરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. બોટાદના રાણપુરમાં આવેલા કાંકરિયા ચોક પાસે બાઈકચાલકને આખલાએ અડફેટે લીધો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આખલાએ યુવકને અડફેટે લેતા લોકોએ મહામહેનતે આખલાને દૂર ધકેલ્યો હતો અને યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલમાં યુવકની તબિયત સ્થિર છે., રખડતા ઢોર હોય કે શ્વાન, રાજ્યમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં જાણે સરકારને નાગરિકોના જીવનની કઈ કિંમત જ ન હોય તેમ કોઈ પગલાં લેવાતા નથી.