
- નડિયાદમાં સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના કરીને અનેક ભૂદેવોને જ્ઞાન અને વેદ શીખવ્યા
- તાજેતરમાં જ પત્નીનું પણ નિધન થયું હતું
નડિયાદ, મંગળવાર
સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી આજે બ્રહ્મલીન થતાં નડિયાદવાસીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે. બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ સંસ્કૃત - વિદ્યાપીઠ સ્થાપીને તેમણે અનેક વિદ્યાર્થીઓના જીવનને નવી દિશા આપી હતી. અનેક વિદ્વાનો એમના હાથ નીચે તૈયાર થયા હતા. થોડા સમય પહેલાં જ પત્નીના મૃત્યુ બાદ આજે ડાહ્યા કાકાના હુલામણા નામથી તેમજ દાદા તરીકે ઓળખાતા ડાહ્યાભાઈ શાસ્ત્રીના નિધનથી સૌ કોઈ શોકમગ્ન છે. આવતીકાલ સુધી તેમના નશ્વર દેહને અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો છે. આવતીકાલે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
નડિયાદ શહેર જેમના નામથી ગૌરવ અનુભવે છે તેવા પ્રખર વિદ્વાન અને પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું આજે નિધન થયું હતું. સવારે પૂજ્ય ગુરુજીના બ્રહ્મલીન થયાની વાત જાણવા મળતા જ મોટી સંખ્યામાં લોકો બ્રહ્મર્ષિ ખાતે પહોંચી ગયા હતા. પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીએ અનેક યુવાનોને તૈયાર કર્યા છે. શાસ્ત્ર,વેદ ભાષા શીખવવાની સાથે સાથે સંસ્કારનું સિંચન કરીને અનેક લોકોના જીવનનું ઘડતર કર્યું છે. બ્રહ્મર્ષિ ધામમાં તૈયાર થતાં ઋષિકુમારો આજે અનેક ઉચ્ચ પદ ઉપર બિરાજિત છે. કર્મ હોય કે ધર્મ હોય બંનેમાં આ ઋષિ કુમારો શ્રેષ્ઠ પુરવાર થાય છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ડાભલા ગામમાં જન્મેલા ડાયાભાઈ શાસ્ત્રીએ સંસ્કૃત નો ગહન અભ્યાસ કરીને વ્યાકરણાચાર્ય, સાહિત્યચાર્ય હિન્દી વિશારદની પદવીઓ પ્રાપ્ત કરી હતી. તેઓ ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ, બ્રહ્મરત્ન એવોર્ડ, સાહિત્ય ગૌરવ પુરસ્કારથી પણ સન્માનિત થયા હતા. જોકે, ભારત સરકાર દ્વારા 2016 માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આજે પૂજ્ય ડાહ્યાભાઈ કરુણાશંકર શાસ્ત્રીએ દેહ ત્યાગ કર્યા બાદ તેમના મૃતદેહ અને દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 8:00 વાગે બ્રહ્મર્ષિ સંસ્કારધામમાં જ તેઓ પંચમહાભૂતમાં વિલન થશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
