Gujarat
પરેશ ગોસ્વામીની વરસાદ અને ચક્રવાતને લઈ ચોંકાવનારી આગાહી
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
6, October 2023
- રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પણ વાવાઝોડાની શું સ્થિતિ છે
- શિયાળાની જમાવટ ક્યારે થશે અને કાતિલ ઠંડી ક્યારથી શરૂ થવાની છે
ગાંધીનગર,શુક્રવાર
રાજ્યમાં આખરે નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને હવે આકાશ લગભગ ચોખ્ખું થઈ ચૂક્યું છે. કેટલાક વિસ્તારોમાં ચોમાસાની વિદાયના સમયે ઝાપટાં પડ્યાં છે પણ હવે વરસાદ આવશે તેવી કોઈ શક્યતા જણાતી નથી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ ૧૦ દિવસ મોડું આવ્યું હતું અને એ જ પેટર્ન ઉપર હવે શિયાળો પણ ૨૦થી ૨૫ દિવસ મોડો શરૂ થશે. વાવાઝોડા અંગે તેમણે કહ્યું કે, ચક્રવાત ગુજરાત તરફ આવે તેવી હાલના સમયે કોઈ શક્યતા નથી પણ નવરાત્રિમાં વરસાદ વિલન બની શકે છે અને રંગમાં ભંગ પાડી શકે છે.
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચોમાસાની પેટર્ન બદલાઈ હતી અને જેનો અનુભવ સૌ કોઈને થયો હતો. જૂન અને જુલાઈમાં સારો વરસાદ પડ્યો હતો અને બાદમાં ઓગસ્ટમાં મેઘરાજાએ હાથતાળી આપી હતી. જાે કે, સપ્ટેમ્બરમાં ધારવા કરતા વધારે વરસાદ પડ્યો હતો અને નદી-નાળાં છલકાઈ ગયા હતા અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેમણે કહ્યંું કે, નવરાત્રિ પહેલાં એટલે કે ૧૦થી ૧૨ ઓક્ટોબર આસપાસ ચક્રવાત સર્જાવવાનું છે પણ તેની અસર ગુજરાતમાં થશે નહી. આ સિવાય બંગાળની ખાડી અને અરબ સાગરમાં એક પ્રેશર સર્જાવવાનું છે જેના કારણે નવરાત્રિના પહેલા નોરતે વરસાદની એન્ટ્રી થઈ શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે.
શિયાળાની ઠંડીની શરૂઆત ક્યારથી થશે તેણે લઈ પરેશ ગોસ્વામીએ કહ્યું કે, જેમ ચોમાસું ૧૦ દિવસ મોડું આવ્યું હતું તેમ શિયાળાની શરૂઆત પણ ૨૦ કે ૨૫ દિવસ મોડી થશે. ૧૦ ઓક્ટોબર સુધીમાં ઉત્તર પૂર્વના પવનો સેટ થઈ જશે અને બાદમાં ધીમે ધીમે શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે અને ૨૦ નવેમ્બર બાદ રાજ્યમં ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે. આ સમય દરમિયાન ઉત્તર ભારતમાં હિમ વર્ષા પણ થશે અને બાદમાં ૧ ડીસેમ્બર આજુબાજુ ગાત્રો થિજાવી દે તેવી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. મોસમના બદલાયેલા મિજાજના કારણે ચાલુ વર્ષે શિયાળાનું આગમન મોડું થશે અને છેક ફેબ્રુઆરી સુધી ઠંડી જાેવા મળી શકે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો