
- આ લડતને આસપાસના ૧૦ ગામોએ પણ ટેકો આપ્યો છે
- આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે
ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર મહાનગરપાલિકાને જગ્યા ફાળવવાના નિર્ણય બાદ કલેકટરને આવેદન આપવા છતાં નિર્ણય નહીં લેવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાને ડમ્પીંગ સાઈડ માટે સાદરામાં ફાળવવામાં આવેલી ૫૦ એકર જગ્યાને લઈ સાદરાના ગ્રામજનો દ્વારા લડત શરૃ કરવામાં આવી હતી. તેમજ ક્લેકટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. જેને હવે આસપાસના ૧૦ ગામોએ પણ ટેકો આપ્યો છે. સાદરાના પેટા નાના નાના ગામ જેવા કે કલ્યાણપુરા, મોતીપુરા, જાખોરા, માધવગઢ ચેખલારાણી સહિતના ગામોનો સમાવેશ થાય છે.
આગામી સમયમાં સરકાર દ્વારા જો ડમ્પિંગ સાઈટ મામલે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની પણ શક્યતા જોવામાં આવી રહી છે. કલેક્ટરને આવેદન આપવા છતાં સરકાર દ્વારા ડમ્પિંગ સાઈટ માટેની જગ્યા ફાળવવાનો નિર્ણય રદ નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.ગાંધીનગરની મહાનગરપાલિકા પાસે હજી સુધી કોઈ ડમ્પીંગ સાઈટ નથી ત્યારે પેથાપુરમાં સરકાર દ્વારા જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ ત્યાં સ્થાનિકોના વિરોધને કારણે કોર્પોરેશન કામ આગળ ધપાવી શકતું ન હતું અને અહીં ડમ્પીંગ સાહેબ નહીં વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે કોર્પોરેશન દ્વારા સરકાર પાસેથી ડમ્પિંગ સાઈટ માટે અન્ય જગ્યાઓ માંગવામાં આવી હતી. જે પૈકી સાદરા ગામમાં ૫૦ એકર જેટલી જગ્યા ફાળવવામાં આવી છે. જે માટે કાર્પોરેશનને ૫.૪૨ કરોડ રૃપિયાની રકમ પણ જમા કરાવવાની રહેશે.જોકે જે સમયે ડમ્પીંગ સાઈટ માટે જગ્યા પસંદ કરવામાં આવી રહી હતી તે સમયથી સાદરાના ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ તેમની રજૂઆતોને ધ્યાને લીધા વગર સરકાર દ્વારા અહીં ડમ્પીંગ સાઈટ ફાળવવાના નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ગ્રામજનો દ્વારા આ નિર્ણયના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને ડમ્પિંગ સાઈટ માટે જગ્યા ફાળવવાનો નિર્ણય રદ કરવા માટે માંગણી કરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
