- યુવક બાઇક લઈને રેસ્ટોરન્ટ ખાતે ગયો હતો
- પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરિયાદ દાખલ કરાવી
ગાંધીનગર, રવિવાર
ગાંધીનગરના રાદેસણ ગામનો યુવક બાઇક લઈને શુભમ રીલાયન્સ ચોકડી પાસે આવેલા કોમ્પલેક્ષમાં તેના રેસ્ટોરન્ટ ખાતે ગયો હતો દરમિયાન બાઇક કોમ્પલેક્ષમા આવેલ પાછળના પાર્કીગમા પાર્ક કર્યું હતું જો કે કામ પતાવી પરત બાઇક પાર્ક કરેલા સ્થળે આવતા બાઇક ત્યાં જણાઈ આવ્યું ન હતું. શોધખોળ બાદ પણ બાઇક ન મળતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી.