- ઓનલાઇન એન્ટ્રીઓ રજીસ્ટર કરી ન હતી
- એસ.ઓ.જી દ્વારા માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી
કલોલ, ગુરૂવાર
રાજ્યભરમાં હોટલો તેમજ ગેસ્ટ હાઉસના સંચાલકોને પથિક સોફ્ટવેર ડાઉનલોડ કરીને તેમાં ગ્રાહકોની એન્ટ્રીઓ રજીસ્ટર કરવાની સૂચના આપવામાં આવી હોવા છતાં પણ હોટલ સંચાલકો દ્વારા સૂચનાનું પાલન કરવામાં આવતું નથી. જેને લઇને એસ.ઓ.જી દ્વારા હાલમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે કલોલમાં આવેલ એક ગેસ્ટ હાઉસના માલિકે રજીસ્ટર મેઈન્ટેન કર્યું ન હોવાથી તેમના વિરુદ્ધ કલોલ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.