Gujarat

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન, આ 12 નિયમોનું પાલન‌ કરવું ફરજિયાત

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન, આ 12 નિયમોનું પાલન‌ કરવું ફરજિયાત

- ગરબા આયોજકોએ ખેલૈયા માટે વીમા પોલિસી લેવી પડશે
- ફાયરસેફ્ટી, CCTV, પાર્કિંગ પણ ફરજિયાત આપવુ પડશે

અમદાવાદ, શુક્રવાર 

  અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગરબા આયોજકોએ ખેલૈયા માટે વીમા પોલિસી લેવી પડશે એવી ખાસ સુચના આપવામાં આવી છે તો સાથે સાથે જ ફાયરસેફ્ટી, CCTV, પાર્કિંગ પણ ફરજિયાત આપવુ પડશે. રસ્તા પર કોઈએ પાર્કિંગ બનાવવું નહીં. શહેરમાં આ વર્ષે 50 પાર્ટી પ્લોટ-ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ચાલુ વર્ષે અમદાવાદના લગભગ 50 પાર્ટી પ્લોટ ઉપરાંત ફાર્મ હાઉસ અને ક્લબમાં ગરબાના આયોજનો થઈ રહ્યા છે. ગત વર્ષે 42 સ્થળે આયોજન થયા હતાં જેમાં આ વર્ષે વધારો થયો છે. ત્યારે આ અંગે આયોજન પોલીસ પરમિશન માટે ફાયર સેફ્ટી ગવર્મેન્ટ ઓથોરાઈઝ ઇલેક્ટ્રિશિયન અને આર્ટિસ્ટનું સંમતિપત્ર તેમજ સીસીટીવી, પાર્કિંગ અને સિક્યુરિટી ગાર્ડની માહિતી તથા ખેલૈયાઓને વીમા પોલિસી સહિતની બાબતો ફરજિયાત કરાઈ છે. પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. જેમા નોંધ કરાયેલ ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ આયોજકોએ ફરજિયાત રજૂ કરવાના રહેશે. ત્યારબાદ જ પરમિશન આપવામા આવશે. તેમ જણાવાયું છે. આયોજકોએ કોઈ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર તથા પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે કેમેરા લગાવવા અને તેનું રેકોર્ડિંગ પોલીસ માંગે ત્યારે આપવા સહિત અનેક નિયમ અમલી કરાયા છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવકો પણ રાખવા પડશે. તથા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લાઉડ સ્પીકર વગાડવા રાત્રે 12:00 વાગ્યા પછી મંજૂરી અપાશે નહીં. દર્દીઓ વૃદ્ધો અને વિદ્યાર્થીઓને અડચણરૂપ ન થાય તે રીતે અવાજની મર્યાદા પણ નક્કી કરાઈ છે. આથી લાઉડ સ્પીકર આયોજકોએ મર્યાદામાં જ વગાડવાનું રહેશે. ગરબા જોવા આવતા લોકોને અડચણ ઊભી ન થાય તેવી માટે પાર્કિંગની વ્યવસ્થાએ સ્વયંસેવકો પણ રાખવા પડશે. તથા ગરબાના આયોજનના સ્થળે ટ્રાફિકજામ ન થાય તે માટે સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા રાખવા જણાવ્યું છે. એટલું જ નહીં વધુ ટ્રાફિક થશે તો ગરબાના આયોજનની પરમિશન પણ રદ કરી દેવા સુધીના આકરા નિર્ણયો લેવાશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન, આ 12 નિયમોનું પાલન‌ કરવું ફરજિયાત