District

પોલીસે દારૂની હેરાફેરી અટકાવી : સેકટર-૨૫થી કોલવડા જતાં રોડ પરથી વિદેશી દારૂ ઝડપાયો 

પોલીસે દારૂની હેરાફેરી અટકાવી : સેકટર-૨૫થી કોલવડા જતાં રોડ પરથી વિદેશી દારૂ ઝડપાયો 

- ૧૮૦૦૦નો વિદેશી દારૂ જપ્ત કર્યો 
- બે ઇસમોની અટકાયત કરવામાં આવી 

ગાંધીનગર, રવિવાર 

  દારૂ બંધી માત્ર કાગળો પર જ જોવા મળી રહી છે. બુટલેગરોમાં જાણે પોલીસનો ખોફ જ ના રહ્યો હોય તેમ દારૂનું વેચાણ અને હેરાફેરી કરી રહ્યા છે ત્યારે સેક્ટર ૨૧ પોલીસે દારૂની હેરાફેરી અટકાવી છે. સેકટર-૨૫થી કોલવડા જતાં રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લઈ તેમાથી  ૧૮૦૦૦નો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ અંગે બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. 

  મળતી વિગત અનુસાર સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે “કોલવડા રોડ બાજુથી એક આઇ-૧૦ ગ્રાન્ડ ગાડી વિદેશી દારૂ ભરીને સેકટર-૨૫ ગુડાના મકાન વાળા રોડ ઉપરથી પસાર થનાર છે જે આધારે પોલીસે કોલવડાથી ગુડાના મકાનવાળા રોડની સાઇડમાં વોચ ગોઠવી સઘન તપાસ કરતાં હતા દરમિયાન બાતમી વાળી કાર આવતા ગાડીને કોર્ડન કરી ઝડપી લઈને ગાડીમાં સવાર બે ઇસમોના નામ પૂછતાં ચિરાગ તલાજી ઠાકોર ઉ.વ.૨૩ (હાલ રહે. મલ્હારપુરા પટેલવાસ તા.કડી જી.મહેસાણા) અને મહેન્દ્રભાઇ બળદેવભાઇ વાધેલા ઉ.વ.૨૩ (રહે.ભાવપુરા ,વાલ્મીકીવાસ તા.કડી) હોવાનું જણાવ્યું હતું. જે બાદ ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂના અલગ અલગ પ્રકારના ૧૮૦૦૦ની કિંમતની ૧૪૪  કવાર્ટરીયા મળી આવ્યા હતા. જે મામલે દારૂ, ગાડી, મોબાઇલ સહિત ૧,૨૩,૪૬૦નો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની અટકાયત કરી વધુ તપાસ માટે તજવીજ હાથ ધરી હતી. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

પોલીસે દારૂની હેરાફેરી અટકાવી : સેકટર-૨૫થી કોલવડા જતાં રોડ પરથી વિદેશી દારૂ ઝડપાયો