Gujarat

અંબાજી મોહનથાળ પ્રસાદમાં અશુદ્વ ઘી વિવાદ બાદ રાજનીતિ ગરમાઈ

અંબાજી મોહનથાળ પ્રસાદમાં અશુદ્વ ઘી વિવાદ બાદ રાજનીતિ ગરમાઈ

- કોંગ્રેસે કહ્યું, કોના કહેવાથી મોહનથાળના ઘીમાં ભેળસેવ કરવામાં આવી
- ભાજપે કહ્યું, મહામેળા માટે તાત્કાલિક ૫૨૦૦ ડબ્બા ઘીની વ્યવસ્થા કરાઈ હતી

ગાંધીનગર, બુધવાર

  યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં વાપરવામાં આવતા ઘીના નમૂના ફેઈલ આવ્યા બાદ મામલો ઉગ્ર બન્યો છે અને હવે રાજનીતિ પણ ગરમાઈ છે. બનાસકાંઠાના દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ૧૦ પાનાનો પત્ર લખ્યો છે અને કસૂરવારોને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરી છે. બીજી તરફ સરકારના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે, ઓગસ્ટમાં સેમ્પલના નમૂના ફેઈલના સામે આવ્યા ત્યારે મોહિની કેટરસના ૧૮૦ ડબ્બા સીઝ કરાયા હતા પણ ૧૨૦ ડબ્બા ઘી ક્યાં વપરાયું તે તપાસનો વિષય છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  અંબાજી મોહનથાળના પ્રસાદમાં વપરાતું ઘી અશુદ્વ હોવાનું સામે આવ્યા બાદ મામલો ગરમાયો છે. અમદાવાદના માધુપુરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદવામાં આવ્યું હતું તેનો માલિક જતીન શાહ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ઈસનપુરમાં રહેતા જતીન શાહના ઘરે તાળા મારી દેવામાં આવ્યા છે અને પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. બીજી તરફ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો અને ન્યાયિક તપાસની માગણી કરી હતી. તેમણે કહ્યું કે, લાખો ભક્તોની આસ્થા સાથે ચેડાં કરવામાં આવ્યા છે અને આ ચેડા કોના કહેવાથી થયા તેની તપાસ થવી જાેઈએ. પરદા પાછળ કોણ છે તેની તપાસ થવી જાેઈએ અને કસૂરવારોને સજા થવી જાેઈએ. 

  મોહનથાળના પ્રસાદમાં અશુદ્વ ઘીનો વિવાદ ઉગ્ર બનતાં રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ મેદાનમાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, ઓગસ્ટમાં ઘીના નમૂના ફેઈલ આવ્યા બાદ તાત્કાલિક બનાસ ડેરીમાંથી ૫૩૦૦ ડબ્બા ઘી એટલે કે લગભગ ૮૮ હજાર કિલો ઘીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોહનથાળમાં શુદ્વ ઘી વાપરવામાં આવ્યું હતું. મોહની કેટરસ પાસે ૩૦૦ ડબ્બા ઘી હતું અને જેમાં ૧૮૦ ડબ્બા સીઝ કરાયા હતા પણ ૧૨૦ ડબ્બા ઘી ક્યાં વપરાયું તે તપાસ બાદ માલૂમ પડશે. તેમણે વધુમાં કહ્યું કે, મોહિની કેટરસનો કોન્ટ્રાક્ટ પણ રિન્યૂ કરાયો નથી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અંબાજી મોહનથાળ પ્રસાદમાં અશુદ્વ ઘી વિવાદ બાદ રાજનીતિ ગરમાઈ