- મગફળી અને સોયાબીનના ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
- ખેડૂતોનું રજીસ્ટ્રેશન વધુ ને વધુ થાય તે માટે તંત્રના પ્રયાસો છતાં ખેડૂતોને કોઈ રસ નથી
ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર જિલ્લામાં ખરીફ સીઝનમાં વાવેતર કરેલ પાકના ઉત્પાદનોના ટેકાના ભાવે વેચાણ કરવા માટે ખેડૂતોએ બહુ ઉત્સાહ દાખવ્યો નથી. ખેડૂતોનું રજીસ્ટ્રેશન વધુ ને વધુ થાય તે માટે તંત્રના પ્રયાસો જરૂર છે, પરંતુ બજારમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે તેમના ઉત્પાદનો વેચવા માટે બહુ ઉત્સાહી હોય તેમ જણાતું નથી. ટેકાના ભાવો કરતા બહારમાં વધુ ભાવો મળતા હોવાથી ખેડૂતોમાં ટેકાનાં ભાવે ખેત પેદાશ વેચવામાં કોઈ રસ નથી.