- બંગાળની ખાડી અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ પણ આકાર પામશે : પહેલા નોરતે જ મેઘરાજા રંગમાં ભંગ પાડશે
- ૧૫મી ઓક્ટોબરથી નવલી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે : દરિયા કિનારે ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
ગાંધીનગર, રવિવાર
રાજ્યમાંથી સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે અને જેના કારણે હવે મોડી રાત પછી ઠંડક અનુભવાય છે તો દિવસે ભાદરવાનો અસહ્ય તાપ અને ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં ચાલુ વર્ષે ૧૦૩ ટકા જેટલો વરસાદ પડ્યો હતો અને જેમાં ખાસ કરીને સપ્ટેમ્બરમાં વરસાદનો તોફાની રાઉન્ડ આવતાં સિંચાઈનો પ્રશ્ન હલ થઈ ચૂક્યો છે. અલનીનોના કારણે ઓગસ્ટમાં મેઘરાજાએ સંતાકૂકડી રમી હતી પણ સપ્ટેમ્બરમાં બારે મેઘ ખાંગા થયા હતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અને વાવાઝોડાને લઈ ગાભા કાઢી નાખે તેવી આગાહી કરી છે અને તેમના કહ્યા મુજબ, નવરાત્રિમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે અને એ પહેલાં ચક્રવાતી વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર