- ગાંધીનગરમાં આવેલી IIPHના બંને વૈજ્ઞાનિક કાર્યરત છે
- ટોચના બે ટકા સંશોધકો માટે તેમના સંશોધન પ્રકાશનોના આધારે પસંદગી કરવામાં આવે છે
ગાંધઈનગર, ગુરૂવાર
ગાંધીનગરની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના જાણીતા સંશોધક પ્રોફેસર દિલીપ માવલંકર અને ડૉ.મહાવીર ગોલેચ્છાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્વના બે ટકા ટોચના વૈજ્ઞાનિકોની યાદીમાં પ્રોફેસર દિલીપ માવલંકર અને ડૉ.મહાવીર ગોલેચ્છાને સ્થાન મળ્યું છે. બંને સંશોધકોને પબ્લિક હેલ્થ અને હેલ્થ સાયન્સના ક્ષેત્રમાં સ્થાન મળ્યું છે. વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોમાં ગુજરાતના બન્ને વૈજ્ઞાનિકોનો સમાવેશ થયો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર