- જ્ઞાન સહાયક તરીકેની ભરતી રદ્દ કરી કાયમી ભરતી કરવાની કલેક્ટરને રજૂઆત કરવામાં આવી
- ABVP દ્વારા જિલ્લા કલેકટર ખાતે સૂત્રોચ્ચાર કરીને આવેદન પત્ર આપીને સરકારની નીતિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
સુરત, મંગળવાર
બી.એડ થયેલા વિદ્યાર્થીઓ દ્વારા સરકાર દ્વારા લેવામાં આવેલી ટીચર એટીટ્યુડ ટેસ્ટ લેવાયા બાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા તે પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે જે પણ વિદ્યાર્થીઓ પાસ થશે તે વિદ્યાર્થીઓ પૈકી મેરીટના આધારે જ્ઞાન સહાયક તરીકે લેવામાં આવશે. જોકે આ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં આવતી હોવાને કારણે વિદ્યાર્થીઓ દ્વારા તેનો રાજ્યભરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમલમાં ન લાવીને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે તે પ્રકારની માગ કરવામાં આવી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર