International

પુતિને વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિનના મોત પર કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું?

પુતિને વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિનના મોત પર કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વેગનર ચીફ યેવજેની પ્રિગોઝ અને તેના ક્રૂ મેમ્બર્સને લઈને મોટો ખુલાસો કર્યો 
- તેમણે કહ્યું કે પ્રિગોઝિન અને તેના ક્રૂના અવશેષો પર વિસ્ફોટકોના નિશાન મળી આવ્યા 

રશિયા, શુક્રવાર 

  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મોટો ખુલાસો કર્યો છે. રશિયન ભાડૂતી સંસ્થા વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોઝિનનું ઓગસ્ટમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું જ્યારે તેમના શરીરમાં ગ્રેનેડના ટુકડા મળી આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. પુતિને કહ્યું કે પ્લેન ક્રેશની તપાસ કરી રહેલા નિષ્ણાતોને એવા કોઈ સંકેત મળ્યા નથી કે પ્લેનને બાહ્ય અસરનો સામનો કરવો પડ્યો હતો..'ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  વિમાન દુર્ઘટનામાં વેગનર ગ્રૂપના વડા પ્રિગોઝિન સહિત વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા હતા. પુતિને કહ્યું કે તપાસ હજુ ચાલુ છે. જોકે પુતિને એ નથી કહ્યું કે અકસ્માતનું કારણ શું હતું? તેમ છતાં તેમના નિવેદનમાં સંકેત આપવામાં આવ્યો હતો કે પ્લેન આકસ્મિક ગ્રેનેડ વિસ્ફોટ દ્વારા ડાઉન થયું હતું. ઉલ્લેખનીય છે કે રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિનનું વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જતા વિમાન દુર્ઘટનામાં પ્રિગોઝિનનું મૃત્યુ થયું હતું. અગાઉ, રશિયામાં રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ બળવો થયા બાદ પ્રિગોઝિનને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જૂનમાં પુતિન સામેના અસફળ બળવો બાદ વેગનર ગ્રૂપના ચીફ યેવજેની પ્રિગોઝિનની હત્યા અંગે અટકળો ચાલી રહી હતી. રશિયાના પાડોશી દેશ બેલારુસે પ્રિગોઝિનને આશ્રયની ઓફર કરી હતી.
મોસ્કો નજીક એક વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 10 લોકોના મોત થયા હતા. વેગનર ગ્રુપના વડા યેવજેની પ્રિગોઝિન પણ તેમાંના એક હતા. વેગનર ગ્રુપ સાથે જોડાયેલી ટેલિગ્રામ ચેનલ ગ્રે ઝોને અહેવાલ આપ્યો હતો કે મોસ્કોની ઉત્તરે એર ડિફેન્સ દ્વારા જેટને તોડી પાડવામાં આવ્યું હતું. રશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીએ પુષ્ટિ કરી હતી કે ક્રેશ થયેલા વિમાનમાં યેવજેની પ્રિગોઝિન સવાર હતા.યેવજેની પ્રિગોઝિન એક સમયે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ખૂબ વફાદાર હતા. તે તેમનો રસોઈયો હતો. પરંતુ સમય સાથે અંતર વધતું ગયું. પુતિન અને પ્રિગોઝિન વચ્ચે દુશ્મનાવટ ત્યારે શરૂ થઈ જ્યારે પ્રિગોઝિને તેના વેગનર જૂથ સાથે રશિયન પ્રમુખ પુતિન સામે બળવો કર્યો. તે મોસ્કો પર હુમલો કરવા નીકળ્યો. પરંતુ બાદમાં તે ફરી ગયો હતો. તેના થોડા સમય પછી, પ્લેન ક્રેશમાં યેવજેની પ્રિગોઝિનના મૃત્યુના સમાચાર આવ્યા. પ્રિગોઝિનના મૃત્યુ પર પુતિને કહ્યું હતું કે 'તે પ્રતિભાશાળી હતો, પરંતુ તેણે ભૂલ કરી હતી.'ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પુતિને વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિનના મોત પર કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું?