Business

RBIની મોનેટરી પોલિસી: રેપો રેટમાં કોઈ વધારો ઘટાડો નહીં, 6.5 પર સ્થિર, RBI ગર્વનરના એલાનથી નહીં વધે લોનની EMI

RBIની મોનેટરી પોલિસી: રેપો રેટમાં કોઈ વધારો ઘટાડો નહીં, 6.5 પર સ્થિર, RBI ગર્વનરના એલાનથી નહીં વધે લોનની EMI

- મોંઘવારીને જોતાં તહેવારોની સિઝનમાં RBIની મોટી ભેટ
- નહીં વધે લોનની EMI, રેપો રેટમાં કોઈ બદલાવ નહીં

નવી દિલ્હી, શુક્રવાર 

  RBIએ સતત ચોથી વખત વ્યાજદરો 6.5% પર યથાવત્ રાખ્યા છે. એટલે કે તમારો EMI વધશે નહીં. RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે શુક્રવારે મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયો વિશે માહિતી આપી હતી. નાણાકીય નીતિ સમિતિની બેઠક 4 ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન લેનારાઓને મોટી રાહત આપી છે.  RBIએ આજે ​તેની નાણાકીય નીતિ જાહેર કરી અને રેપો રેટમાં સતત ચોથી વખત કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે RBI મોનેટરી પોલિસી કમિટીએ સર્વાનુમતે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.

  RBI MPCની બેઠકમાં મુખ્ય વ્યાજ દર એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે RBIની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક (RBI MPC બેઠક) 4 ઓક્ટોબરથી શરૂ થઈ હતી, જે આજે સમાપ્ત થઈ હતી. આ બેઠકમાં રેપો રેટ, મોંઘવારી, જીડીપી વૃદ્ધિ અને અન્ય આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આજે બેઠક પૂરી થયા બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઈ એમપીસીના નિર્ણયો વિશે માહિતી આપી હતી.સેન્ટ્રલ બેંક આરબીઆઈએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં સતત 6 વખત વધારો કર્યો હતો. મે 2022 માં, તે 4 ટકાથી વધારીને 4.90 ટકા કરવામાં આવ્યું હતું અને હવે તે 6.50 ટકા છે. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં તેને 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારપછી સતત ચોથી વખત તેમાં કોઈ ફેરફાર થયો નથી. મે 2022 પહેલા વાત કરીએ તો મે 2020માં રેપો રેટ 4.40 ટકાથી ઘટાડીને 4 ટકા કરવામાં આવ્યો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

RBIની મોનેટરી પોલિસી: રેપો રેટમાં કોઈ વધારો ઘટાડો નહીં, 6.5 પર સ્થિર, RBI ગર્વનરના એલાનથી નહીં વધે લોનની EMI