- બિરલા હાઈસ્કૂલ ખાતે શસ્ત્ર પૂજન અને બૌદ્ધિક કાર્યક્રમ પણ યોજાયા
ધંધુકા, હરિઓમ સોલંકી, બુધવાર
ધંધુકા ખાતે પરંપરાગત રીતે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા વાર્ષિક પથ સંચલન યોજાયું હતું. ભગવા ધ્વજ અને ઘોષ ના બુલંદ નાદ સાથે તાલ મેળવી સંઘ ના સ્વંય સેવકો નગરના મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા બિરલા હાઈસ્કૂલથી શરૂ થયેલ પથ સંચલન નગર ના વિવિધ માર્ગો પર ફરી બિરલા ખાતે પૂર્ણ થયું હતું. બિરલા હાઈસ્કૂલ ખાતે સંઘ ના વાર્ષિક ઉત્સવ અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.